Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી 1,78 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો : કર્મચારી સહીત પાંચની ધરપકડ

કુરિયર કંપનીમાં કામ કરતા શક્તિ નામના શખ્સે પોતાના બે પિતરાઈ ભાઈઓ તેમજ ગાંધીનગરમાં ફાઇનાન્સનું કામ કરતા બે મિત્રોની મદદથી દાગીનાઓનું કુરિયરનું પાર્સલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો

 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી 1.78 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો મેઘાણીનગર પોલીસે કુરિયર કંપનીના જો કર્મચારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

૩૦મી ડિસેમ્બરે રાતના ત્રણ વાગ્યાના સમયે પવન કુરિયર નામની કંપનીના બે કર્મચારીઓ સોના-ચાંદીના પાર્સલ લઈને જઈ રહ્યા હતા તે સમયે એર કાર્ગો પાસે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ કુરિયર કંપનીના કર્મચારીઓ ને મારી દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

ટીવી સ્ક્રીન પર દેખાતા પાંચ આરોપીઓએ ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે લૂંટને અંજામ આપ્યો હતો.. કુરિયર કંપનીમાં જ કામ કરતા શક્તિ નામના શખ્સે પોતાના બે પિતરાઈ ભાઈઓ તેમજ ગાંધીનગરમાં ફાઇનાન્સ નું કામ કરતા બે મિત્રોની મદદથી દાગીના ઓનું કુરિયર નું પાર્સલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો. મોડી રાત્રે લૂંટ ચલાવીને અલ્ટો કારમાં ફરાર થયા હતા થયા. પોલીસે તમામ આરોપીઓને ઝડપી લૂંટનો ૧.૭૮ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પૈસા કમાવાની લાલચમાં આવીને આ પાંચેય આરોપીઓ એ માસ્ટર પ્લાન બનાવ્યો અને તેમાં સફળ પણ રહ્યા પરંતુ આરોપીઓ ના દાગીના કોઈને વેચી શકે અથવા તો તેના ભાગલા પાડે તે પહેલાં જ પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે.

(6:17 pm IST)