Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મહેમદાવાદમાં જુગારધામ પર પોલીસના દરોડા: સાત જુગારી ઝડપાયા

મહેમદાવાદ:શહેરમાં શીખવાડા પાછળથી પોલીસે હારજીતનો જુગાર રમતા સાત ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. પોલીસે જુગાર રમવાના સાધનો, રોકડ તેમજ મોબાઈલ નંગ ચાર મળી કુલ રૂ.૧૧૯૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહેમદાવાદ પોલીસે મળેલ બાતમીને આધારે મહેમદાવાદ શીખવાડા પાછળ ખુલ્લી જગ્યામાં ધમધમતાં જુગાર ઉપર દરોડો પાડ્યો હતો. જેને પગલે જુગાર રમતા ઈસમોએ નાસભાગ કરી હતી. પોલીસે કોર્ડન કરી સાત જેટલા ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યાં હતાં. જેમાં લખનસિંહ મગનસિંહ ચીખલીગર, જીગરસિંગ ઈન્દુસિંગ ઊર્ફે ઈન્દ્રજીતસિંગ સરદાર, રાજુસિંગ સરદાર, રાણાસિંગ બહાદુરસિંગ શીખ, રણજીતસિંગ ગુરમાનસિંગ ચીખલીગર, સરવરખાન ઐયુબખાન પઠાણ (તમામ રહે. વડોદરા) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી પત્તાપાના જુગાર રમવાના સાધનો, અંગજડતીમાંં મોબાઈલ નંગ.૪ રૂ.૮૫૦૦, રોકડા રૂ.૩૫૨૦ મળી કુલ રૂ. ૧૧૯૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગેે મહેમદાવાદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(3:58 pm IST)