Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

નડિયાદના ચકલાસી ગામની બેન્કના કેશિયર વિરુદ્ધ લાખોની ઉચાપત

નડિયાદ:તાલુકાનાં ચકલાસી ગામની બેન્કમાં કેશિયર દ્વારાઉચાપત થઇ હતી.તેમ છતાં બેન્કના વહીવટી તંત્ર દ્વારા કોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
ચકલાસીમાં આવેલી કે.ડી.સી.સી બેન્કમાં કેશિયર દ્વારા ખાતેદારોના ખાતાઓમાંથી ૨થી ૪લાખ રૂપિયાની ઉપાચત થઇ હતી.જેની જાણ સત્તાવાળાઓને થતાં કેશિયરની પૂછપરછ કરવામાં આવી હતી.ત્યારબાદ ખાતેદારોને બેન્ક બેલેન્સ ચેક કરવા જણાવ્યુ હતુ.તેમજ બેન્ક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેનું આજ દિન સુધી કોઇ પરિણામ આવ્યુ ન હોેવાના કારણે ખાતેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત  બેન્કનાં વહીવટી તંત્ર દ્વારા કોઇ કાયદેસરની કાર્યવાહી કે પોલીસ ફરિયાદ  કરવામાં આવી નથી.જેથી ખાતેદારોમાં ભારે રોષપૂર્વક જણાવી રહ્યા છે કે,બેન્ક વહીવટી તંત્ર ખૂબ જ ધીમી ગતીએ કામ કરી રહ્યુ છે અને આ બાબતે પૂછતાં કોઇ સરખો જવાબ પણ આપતા નથી.જેથી બેન્ક દ્વારા તપાસની કામગીરી ઝડપી કરવામાં આવે અનેેઆરોપીને સજા અપાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
આ બાબતે  કે.ડી.સી.સી બેન્કમાં ટેલિફોનિક સંપર્ક સાધતાં બેન્કના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે,અમારા તરફથી તપાસ હાથ ધરવામાં આવી છે,પણ કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.આ ઉપરાંત બેન્ક મેનેજર સાથે વાત કરવવાનું ટાળતાં તેઓએ જણાવ્યુ હતું કે,સર મીંટીગમાં છે અને તપાસ કામગીરી ચાલુ છે.

(3:57 pm IST)