Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

હડાદ પોલીસ મથકમાં ચાલુ ફરજે એ.એસ.આઈ પીધેલી હાલતમાં ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ

બનાસકાંઠા: જિલ્લામાં જિલ્લા પોલીસની પ્રોહીબિશનને લઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન હડાદ પોલીસ મથકે ફરજ બજાવતા એ.એસ.આઈ. પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં ૩૧ ડીસેમ્બરને લઈ પોલીસ દ્વારા દારૂબંધીનો કડક અમલ કરાતા પોલીસ તપાસ દરમ્યાન જિલ્લાના હડાદ પોલીસ મથકે ફરજ દરમ્યાન દારૂ ઢીંચી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા ઝડપાઈ જતા તેઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ થતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર દારૂબંધીના કડક અમલને લઈ જિલ્લામાં કુલ ૪૩ ગુના નોંધવામાં આવ્યા હતા જેમાં દેશી દારૂના નવ કેસ, વિદેશી દારૂના પાંચ કેસ, દારૂ ગાળવાના બે કેસ તેમજ પીધેલી હાલતમાં પોલીસકર્મી સહિત ૨૩ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે દારૂ ઢીંચી વાહન હંકારતા ગુનો નોંધવામાં આવ્યો હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસે ૩૧મી ડીસેમ્બર પૂર્વે જિલ્લા એસ.પી. નિરજ બડગુજરની સુચનાથી દારૂબંધીના કડક અમલને લઈ સતત પેટ્રોલીંગ કરવામાં આવતા થર્ટી ફર્સ્ટ મનાવવા થનગનતા યુવાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જિલ્લા પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ દારૂબંધી સહિત પ્રજાની સુરક્ષાની જવાબદારી જેની છે તે એ.એસ.આઈ. ફરજ દરમ્યાન દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાતા એ.એસ.આઈ. ખેમાભાઈ નોનજીને સોમવાર સાંજે સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.

 

(3:56 pm IST)