Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ના વિકાસની વાત, ના રોજગારની વાત, કે પછી ના કરી મોંઘવારીની વાત: નેતાઓની માત્ર ગાળોની રાજનીતિ

ખેડૂતોની આત્મહત્યા અંગે પણ મૌન સેવી રહ્યાં છે. આ વખતે તો તેમના પોતાના નારા વિકાસને પણ ભૂલી ગયા છે. માત્રને માત્ર ગાળોની રાજનીતિ ચાલી રહી છે. ખ્યાલ નહીં આ રાજનીતિથી ગુજરાતમાં કોનું ભલું થશે?

અમદાવાદ : ગુજરાત ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું મતદાન એકદમ ધીમી ગતિએ ચાલ્યું હતું,આ વચ્ચે પીએમ મોદી બીજા તબક્કાની ચૂંટણીને લઈને પોતાના ભાષણો આપી રહ્યાં છે. ગુજરાતમાં પાછલા 27 વર્ષ રાજ કરનારી બીજેપી યુવાઓને રોજગારી આપી ના શકવાના મુદ્દાને ડાયવર્ડ કરવા માટે વ્યર્થ ચર્ચાઓને જોર-શોરથી હવા આપી રહી છે. બેરોજગારી-મોંઘવારી પોતાના ચરમ પર પહોંચી જવાના કારણે ગરીબોનું જીવન ધૂળ અને ધાણી બની ગયું છે, પરંતુ પીએમ મોદી તે અંગે એક પણ શબ્દનો ઉલ્લેખ કરી રહ્યાં નથી. ખેડૂતોની આત્મહત્યા અંગે પણ મૌન સેવી રહ્યાં છે. આ વખતે તો તેમના પોતાના નારા વિકાસને પણ ભૂલી ગયા છે. માત્રને માત્ર ગાળોની રાજનીતિ ચાલી રહી છે. ખ્યાલ નહીં આ રાજનીતિથી ગુજરાતમાં કોનું ભલું થશે?

ગુજરાતની પ્રથમ તબક્કાનું મતદાન ખત્મ થવા આવ્યું પરંતુ બીજેપી કે પીએમ મોદી દ્વારા ગુજરાતના લોકોના જીવનને સરળ બનાવવાની કોઈ જ વાત કરી નથી. મોંઘવારી-બેરોજગારી ખુબ જ ખતરનાક રીતે આગળ વધી રહી છે, પરંતુ તેને નાથવા અંગેનો કોઈ જ પ્લાન તેમને જનતા સામે રજૂ કર્યો નથી. વર્ષોથી આપવામાં આવતા વાયદાઓને એક વખત ફરીથી દોહરાવી દેવામાં આવ્યા છે. લોકોને કહી દીધું કે, દસ લાખ નોકરી આપીશું. પહેલા પણ કહ્યું હતુ કે, બે કરોડ નોકરી આપીશું.. માત્ર ત્રણ શબ્દ બોલીને છૂટા… આપીશું…

ગુજરાતમાં આવીને પીએમ મોદી અને તેમની આખી જમાત માત્રને માત્ર ગાળોની રાજનીતિ કરી રહી છે. બીજેપીના નેતાઓ કહે છે કે, પીએમ મોદીને રાવણ કહીને તેમનું અપમાન કર્યું, કોંગ્રેસની ખરાબ માનસિકતા છતી થાય છે, વગેરે-વગેરે જેવી વાતોનો પ્રચાર ખુબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મોદી વિરૂદ્ધ વિપક્ષ દ્વારા ભૂતકાળમાં એટલે કે દસ વર્ષ પહેલા કરવામાં આવેલા હુમલાઓને પણ યાદ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ-કોંગ્રેસ કરવામાં આવી રહ્યું છે પરંતુ લોકોને પણ યાદ રાખવું પડશે કે, પાછલા 27 વર્ષથી કોંગ્રેસ ક્યાંય છે જ નહીં… આ તો કોંગ્રેસને હરાવવાની વાત નથી લોકોને મૂર્ખ બનાવવાની વાત થઇ રહી છે.

, કોંગ્રેસે ક્યારેય પીએમ મોદીને રાવણ કહ્યાં નહતા. વિપક્ષ છે, ચૂંટણી જીતવા માટે હુમલાઓ કરે તે સ્વભાવિક છે. કોંગ્રેસના નવા અધ્યક્ષ ખરડેએ મોદીને કહ્યું કે, દરેક ચૂંટણીમાં તમારા ચહેરાને આગળ ધરવામાં આવી રહ્યો છે, તમારા કેટલા ચહેરા છે. શું રાવણની જેમ તમારા 100 ચહેરા છે? હવે આ નિવેદનને લઈને બીજેપી ચૂંટણી જીતવા માટે નિકળી પડી છે અને લોકોને ઉંધે રસ્તે ચઢાવી રહી છે. ખોટે-ખોટું પ્રચાર કરે છે કે પીએમ મોદીને રાવણ કહ્યાં… કોંગ્રેસવાળા બોલ્યા નથી, તેટલી વખત તો બીજેપીના જ નેતા બોલી ચૂક્યા છે કે, પીએમ મોદીને રાવણ કહ્યાં.

(10:25 pm IST)