Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી 51 બેઠક જીતવાનો ઇસુદાન ગઢવીનો દાવો

 ઇસુદાન ગઢવીએ કહ્યુ કે, દરેક બૂથમાં ફરી રહ્યો છું અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પણ EVM ઘણા ધીમા ચાલી રહ્યા છે

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ મોટો દાવો કર્યો છે. ઇસુદાન ગઢવીએ કહ્યુ કે અમે પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી 51 બેઠક જીતી રહ્યા છીએ.

ઇસુદાન ગઢવીએ કહ્યુ કે, દરેક બૂથમાં ફરી રહ્યો છું અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પણ EVM ઘણા ધીમા ચાલી રહ્યા છે, કેટલાક બુથમાં વૃદ્ધોએ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, તંત્રએ આ બાજુ ધ્યાન આપવુ જોઇએ. ઇસુદાને કહ્યુ કે આંતરિક સર્વે મુજબ અમે 89માંથી 51 બેઠક જીતી રહ્યા છીએ. ગોપાલભાઇએ પણ ધીમા મતદાન માટે ફરિયાદ કરી છે.

(10:38 pm IST)