Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

પ્રખર ધારાશાસ્ત્રી ઉપરાંત દેશ-ધર્મ-સંસ્કૃતિ-સમાજ માટે પ્રતિબદ્ધ સરળ સ્વભાવના વ્યકિત-નેતા-કાર્યકર્તા ગૂમાવ્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજ્યસભા સાંસદ સ્વ,અભયભાઇ ભારદ્વાજને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ અને ભાજપા અગ્રણી અભયભાઇ ભારદ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી છે

 

મુખ્યમંત્રીએ સ્વ. અભયભાઇના અવસાનથી શોકમગ્ન સંવેદના સાથે તેમને ભાવાંજલિ આપતા શોક સંદેશમાં જણાવ્યું છે કે, પોતાના પરમ મિત્ર, અદના સાથી, સહકાર્યકર્તા અને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા અભયભાઇના અવસાનથી ભાજપા અને વ્યકિતગત રીતે તેમને પોતાને અને ગુજરાતને મોટી ખોટ પડી છે
  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે અભયભાઇ ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા. ખાસ કરીને તેઓ લડાયક નેતૃત્વ કરવા સાથે દેશ, ધર્મ, સંસ્કૃતિ, સમાજ માટે તેમનું કમિટમેન્ટ-પ્રતિબદ્ધતા હતી.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, સ્વ. અભયભાઇ સૌને સાથે લઇને ચાલનારા સરળ સ્વભાવના વ્યકિતત્વના ધની હતા. તેમની વર્ષોથી ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તાથી માંડીને રાજ્યસભાના સાંસદ તરીકેની જીવનયાત્રા રહી છે, તેનું પણ મુખ્યમંત્રીશ્રીએ સ્મરણ કર્યુ હતું.
  વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, તેમના અવસાનથી સ્વ. અભયભાઇના પરિવારને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ એક સંનિષ્ઠ-સારા નેતા-કાર્યકતા ગુમાવ્યા છે.
મુખ્યમંત્રીએ સ્વ. અભયભાઇ ભારદ્વાજના આત્માની પરમશાંતિની પરમાત્માને પ્રાર્થના કરવા સાથે તેમના પરિવાર પર આવી પડેલી આ કપરી વેળાને સહન કરવા પ્રભૂ હિંમત આપે દુ:ખ સહન કરવાની શકિત આપે તેમ પણ શોકાંજલી સંદેશમાં જણાવ્યું હતું.

(8:06 pm IST)