Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગાંધીનગરમાં રોડને પહોળો કરવા માટે 782 વૃક્ષોનો ભોગ લેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી

ગાંધીનગર: શહેરના માર્ગોની સુધારણાનું કામ ચાલી રહ્યું છે.સ્માર્ટ સીટી બનવા તરફ આગળ વધતા શહેરમાં માર્ગ સુધારણા સહીત અનેક વિધ વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે નગરને સુવિધાયુક્ત બનાવવાની આ યોજનાઓમાં હરિયાળીનો સોથ વળી રહ્યો છે. નગરમાં મોટાભાગના મુખ્યમાર્ગો સિકસલેન છે. જ્યારે અગાઉ ખ - માર્ગને પણ સિકસલેન કરી દેવાયા બાદ હવે ગ માર્ગને સિકસલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ગ માગનું વાઇડનીંગનું કામ ચાલી રહ્યું છે. અહીં ખોદકામ અને માટી મેટલનું કામ પુર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગ માર્ગને સિકસલેન બનાવવાના આ પ્રોજેક્ટ અન્વયે હરિયાળા વૃક્ષોનું પણ નિકંદન વળશે.

અત્યાર સુધી તંત્ર દ્વારા વૃક્ષોની કટોતીના મામલે વન વિભાગને કોઇ જાણ કરવામાં આવી ન હતી. એટલુ જ નહીં,વૃક્ષોની કટોતી માટે માર્કીંગ સહીતની પ્રક્રિયા હજુ સુધી થઇ નથી. જ્યારે આ કામગીરી અન્વયે કેટલા વૃક્ષો કપાશે તે અંગે પણ સ્પષ્ટતા થઇ નથી જો કે સુત્રોના જણાવ્યા મુજબ ગ માર્ગની આસપાસ પણ હરિયાળા વૃક્ષોનું પ્રમાણ વધુ છે. ત્યારે હાલ માટી મેટલ કામના અંતે આ તોતિંગ વૃક્ષો માટીના ઢગ પર લટકતા જોવા મળી રહ્યા છે. 

(5:48 pm IST)