Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન નજીક નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન બ્રિજ નીચેથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈ રાત્રે બાર વાગ્યે સવારે 8 વાગ્યા સુધી નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હાઈવે જામ્બુવા બ્રિજ પાસે સાઈ સીતારામ હોટલની સામે સવારે 05:15 વાગ્યે પસાર થતો હતો, તે દરમિયાન હોટલની સામે તેમને પુંઠાના ખાખી કલરના બોક્સ થેલામાં ભરેલા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

પ્રથમ દ્રષ્ટિએ આ બોક્ષમાં કોઇ શંકાસ્પદ વસ્તુ હોવાની જાણ થતા બે પંચો બોલાવી, પંચોની હાજરીમાં આ બોક્ષમાં તપાસ કરતા વિદેશી દારૂના પાઉચ અલગ-અલગ બ્રાન્ડનાના મળી આવ્યા હતા.

આ દારૂ નામ પાઉચ ભરેલા બોક્સ કોણ ક્યારે મૂકી ગયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે, પેટ્રોલિંગની ગાડી જોઈને દારૂ લેવા આવનાર બુટલેગરો દૂરથી રવાના થઇ ગયા હતા પોલીસે હાઇવે પર હોટલો ને બહાર લગાવેલા CCTV કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)