Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

જીઆઈબીવી દ્વારા જન સંપર્ક ઝુંબેશ શરૂ કરાશે

મતદાર જાગૃતિના કાર્યક્રમો

અમદાવાદ,તા. ૩૦ : આગામી લોકસભા ચુંટણીને ધ્યાનમાં લઈને ગ્લોબલ ઈન્ડિયન ફોર ભારતીય વિકાસ દ્વારા જનસંપર્ક મહા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આના અનેક ઉદ્દેશ્ય રહેલા છે. જે પૈકી રાષ્ટ્ર કારણ એ જ રાષ્ટ્રધર્મ છે તે અંગે જનજાગૃતિ જગાવવામાં આવશે. મતદાન રાષ્ટ્રધર્મ હોવાની બાબત પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે. વર્ષ ૨૦૧૪માં જીઆઈબીવી જનસંપર્ક મહાઅભિયાન દ્વારા ૭૦ ટકા મતદાનની દિશામાં કાર્ય થયું હતું. ૬૭ ટકા મતદાન થયું હતું. ૨૦૧૯માં પણ મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ ભારતીય બહુમત રાજકીય સ્થિરતા માટે મહત્વનું પરિબળ રહેલું છે. દેશ રાજકીય સોદાબાજીનો અખાડો ન બને તે જોવાની તમામ ફરજ હોવાની વાત પણ આજે કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની રાજકીય દિશા જીઆઈબીવી જે રાષ્ટ્રધર્મની વાત કરે છે તેની પુરતી કરે છે. ભારતીયો જુદા જુદા દેશોમાંથી આવીને જનસંપર્ક મહાઅભિયાનમાં જોડાશે.

 

(9:59 pm IST)