Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ગુજરાતમાં કૃષિ મહોત્સવે કૃષિ ક્રાંતિ આણી : ભાજપ

કૃષિ ઉત્પાદનમાં ગુજરાત મોખરે : ભાવસારઃ કૃષિ હિતલક્ષી નીતિઓના પરિણામે ગુજરાતના ખેડૂતોની આર્થિક તાકાત વધી છે : કોંગ્રેસના આક્ષેપ પાયાવગરના

અમદાવાદ, તા.૧, ભાજપના પ્રદેશ પ્રવકતા જગદીશ ભાવસાર અને કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલીયાએ એક સંયુકત અખબારી યાદીમા જણાવ્યું છે કે,ગુજરાતમાં ભાજપાની સરકારે આરંભ કરેલા કૃષિમહોત્સવ,કૃષિ રથયાત્રા,કૃષિમેળાના પરિણામે ગુજરાતમાં કૃષિક્રાંતિ થઈ છે અને સમગ્ર દેશમાં  કૃષિ ઉત્પાદનમાં ગુજરાત-૨૦૦૧થી મોખરે રહ્યુ છે.ભાજપાની કૃષિ હિતલક્ષી,કિસાન હિતલક્ષી સંવેદના ભરેલી નીતિના પરિણામે ગુજરાતના મહેનતકશ કિસાનોની આર્થિક સધ્ધરતા વધી છે.એ કોંગ્રેસના કિસાન વિરોધી નેતાઓ અને કોંગ્રેસને પોષવા નીકળેલા લોકો સાંખી શકતા નથી.તેમણે કહ્યુ કે,૬ મે-૨૦૧૭ના રોજ ગુજરાતમાં રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ મહોતસ્વનો આરંભ કરાવ્યો હતો.સમગ્ર રાજયમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને કૃષિ ઉપજ ઓછા ખર્ચે કેવી રીતે વધારી શકાય તેનુ માર્ગદર્શન ગામેગામ મફત આપવા જાય તેનો કાળાવાવટા સાથે કોંગ્રેસ વિરોધ કરે તે કેવા પ્રકારની રાજનિતિ છે,તે ગુજરાત જાણે છે.કોંગ્રેસના કિસાનોની પ્રવૃત્તિને અવરોધવાના લાખ પ્રયાસો છતાંય ૨૦૦૧થી સમગ્ર દેશમાં ૧૦.૯૭ ટા કૃષિવૃધ્ધિદર સાથે દેશમા મોખરે રહ્યુ છે તે કોંગ્રેસના પેટમા દુખે છે.ભાજપા કૃષિ અને કિસાનોને નિરૂત્સાહ કરવાની નીતિ આગળ ધરીને ખોખલા વચનો આપી ગુમરાહ કરી રહી છે જે રાજનીતિનુ વરવુ પાસુ છે.તેમણે વધુમા જણાવ્યુ કે,૨૦૧૭ના કૃષિમહોત્સવ દરમિયાન ગુજરાતમા ૧,૫૬,૫૬૩ ખેડૂતોને સોઈલ કાર્ડ આપવામા આવ્યા છે.૩,૨૮૩.૫૭ લાખ રૂપિયાના સહાયતાના ચેક આપવામા આવ્યા છે.કૃષિ મહોત્સવ દરમિયાન કિસાનોને ૨૦,૫૨૮ ક્રેડીટ કાર્ડ આપવામા આવ્યા છે.૯૮૧ કિસાનોને ટપક સિંચાઈ માટે કરાર કર્યા છે.૯,૭૯,૯૧૧ કૃષિ સંબંધિત સાહિત્ય અને સામગ્રીનુ વિતરણ કરવામા આવ્યુ છે.કિસાનોને કૃષિધિરાણ શુન્ય ટકા વ્યાજના દરે આપવાનો નિર્ણય કરાયો છે.રાજય સરકારે કપાસ અને મગફળીના પાકોને ટેકાના ભાવે ખાસ બોનસ રૂપિયા સો આપીને ખરીદવાનો આરંભ કરવામા આવ્યો છે.કપાસ અને મગફળીનુ રાજ્યમાં વ્યાપક ઉત્પાદન થઈ રહ્યુ છે.ડુંગળી,કેરી,શેરડીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યુ છે.તેવાંકદેખી કોંગ્રેસ જોઈ શકતી નથી.

વર્ષ-૧૯૯૫ના કોંગ્રેસના શાસનની કૃષિ સ્થિતિ અને ભાજપાના શાસનમાં કૃષિની સ્થિતિમા જમીન આસમાનનો ફરક પડ્યો છે.સરકારના ચોપડે બધુ જ નોંધાયેલુ છે ત્યારે કિસાન હિતલક્ષી ભાજપા અને જગતના તાત કિસાન વચ્ચેનુ અંતર રાહુલ,કોંગ્રેસ અને ભાજપાના કારણ વગરના વિરોધીઓ વધારી શકશે નહીં,ભાજપા કિસાનોની હમદર્દ પાર્ટી છે જ.તે લોકોના મનમા સ્પષ્ટ છે.

(10:11 pm IST)