Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ગુજરાતમાં ઉત્તર પ્રદેશની જેમ જ પ્રચંડ વિજય થશે : કોંગ્રેસ તકવાદી પાર્ટી : અમિત શાહ

સોમનાથ, તા. ૧, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમનાથમાં વિશાળ રેલી યોજી હતી અને કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે. ઉત્તર પ્રદેશની જનતાએ જવાબ આપી દીધો છે. કેટલાક લોકો માત્ર ટીવી ઉપર નજરે પડે છે. રાહુલ ગાંધી અમેઠી પણ સંભાળી શક્યા નથી. ઉત્તર પ્રદેશ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. યુપીમાં વિકાસ દેખાઈ ચુક્યો છે.

જીડીપીના આંકડા આશાસ્પદ રહ્યા છે પરંતુ કોંગ્રેસના લોકો મંદી મંદીની બૂમો પાડતા રહ્યા છે. અમિત શાહે ફરી એકવાર કહ્યું હતું કે, ભાજપ ૧૫૦થી વધુ બેઠકો જીતશે.

 

(11:21 pm IST)