Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ચાલુ ગાડી પર મોબાઈલ પર વાત કરવું ઠાસરાના કાલસરની યુવતીને પડ્યું ભારે: કાર ચાલક ગઠિયો 1.08 હજારની રોકડ ભરેલ થેલી લઇ રફુચક્કર

ઠાસરા:તાલુકાના કાલસર ગામની સીમમાં ગઈકાલે બપોરે યુવતી એક્ટીવા ઉભું રાખી મોબાઈલ પર વાત કરતી હતી. ત્યારે કોઈ ગઠીયો એક્ટીવા પર લટકાવેલી રૂપિયા ૧,૦૮,૨૬૩ ની રોકડ સાથેની થેલી ચોરી ગયો હતો. આ બનાવ અંગે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ડાકોર મધુવન સોસાયટીમાં લીયાકતઅલી મીયાંસાબ સૈયદ રહે છે. તેમની દીકરી ગુલનાઝબાનું માઈક્રો ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છે. ગુલનાઝબાનું ગઈકાલે બપોરે માઈક્રો ફાઈનાન્સ લોનના ક્લેક્શનના રૂપિયા બેગમાં મૂકી એક્ટીવા પર આવતી હતી. ત્યારે બપોરના પોણા ત્રણ વાગ્યાના સુમારે કાલસર ગામની સીમ તળાવ પાસે વણાંકમાં રોડની સાઈડમાં એક્ટીવા ઉભું રાખી ગુલનાઝબાનું ફોન પર વાત કરતી હતી ત્યારે કોઈ અજાણ્યો ગાડીવાળો આવ્યો હતો. અને એક્ટીવા પર થેલામાં મૂકેલ કલેક્શનના રૂપિયા ૧,૦૮,૨૬૩ ની રોકડ સાથેની થેલી લઈ આંખના પલકારામાં છૂમંતર થઈ ગયો હતો. આ થેલીમાં રોકડ ઉપરાંત સ્ટેટ બેંકના બે ચેક,આઈકાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ તથા એટીએમના ત્રણ સીમ કાર્ડ હતા. આ બનાવ અંગે ગુલનાઝબાનું લીયાકત અલી સૈયદે ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયેદસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:54 pm IST)