Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ગુજરાતના ડીજીપીનું કોકડુ ઉકેલાયું: ચૂંટણી પંચે સિનીયર મોસ્‍ટ અધિકારીને ચાર્જ સોંપવા સૂચવ્‍યું: ૧૯૮૩ બેંચના પ્રમોદકુમાર મોસ્‍ટ સિનીયર હોવાથી તેમને ચાર્જ મળવા પૂરી સંભાવના

રાજકોટ તા. ૧: ગુજરાત ઇન્‍ચાર્જ પોલીસ વડા ગીથા જોહરીની નિવૃત્તિથી ખાલી પડેલ જગ્‍યા પર ગઇકાલ સાંજ સુધી કોઇ નિર્ણય ન આવતા ગીથા જોહરી નિયમ અનુસાર રાજ્‍યના એડમન વડા મોહન ઝાને કામચલાઉ ચાર્જ સુપ્રત કરી ચાર્જ છોડી દીધા બાદ જે કોકડુ ગુંચવાયુ હતું તેનો અંત આવી ગયો છે.

ચૂંટણી પંચ દ્વારા રાજ્‍ય સરકારને ગીથા જોહરીના સ્‍થાને રાજ્‍યના સૌથી સિનીયર મોસ્‍ટ અધિકારીને ડીજીપીનો ચાર્જ આપવા સુચવ્‍યું છે. જો કે, તેમાં કોઇનું નામજોગ ઉલ્લેખ કર્યો નથી.

સિનીયોરીટીની વાત કરીએ તો ગીથા જોહરી પછી ૧૯૮૩ બેંચમાં પ્રમોદકુમાર અને શિવાનંદ ઝાનો સમાવેશ છે. પરંતુ પ્રમોદકુમાર સિનીયર મોસ્‍ટ અધિકારી હોવાથી સ્‍વાભાવિક રીતે તેમને ચાર્જ સુપ્રત થઇ જશે. ટૂંક સમયમાં રાજ્‍ય સરકાર આ અંગે વિધીવત હૂકમ પણ બહાર પાડી દેશે.

 

(4:25 pm IST)