Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ધન છોડવુ સહેલુ પણ લોભ છોડવો મુશ્કેલઃ પ્રભુ સ્વામી

સુરતમાં ગીતા જયંતીની ઉજવણી પ્રસંગે ઉદબોધન

રાજકોટ તા.૧: ઘણા માણસો પાસે શિયાળની બુદ્ધિ અને સસલાનું હૃદય હોય છે. જેના ઉપર વિશ્વાસ મૂકયો હોય તે જ દિકરો લગ્ન પછી મમ્મી-પપ્પાથી જુદો રહેવા ઇચ્છે, અને વૃદ્ધાશ્રમમાં મોકલી દે!  ધંધામાં ભાગીદારી વર્ષોથી ગઢ મિત્રતાથી રહેનારા સાથે કરી હોય પણ ધનનો લોભ કોને ન લલચાવે? ભાગીદારી તૂટી પડે, મૂડીને સગેવગે કરી ખોટ્યમાં નાખે!! જેના પ્રત્યે અહોભાવ હોય ને અરેભાવમાં રૂપાંતરિત થઇ જાય, જે ચહેરો સોનાનો ઝંખ્યો હોય તે સાવ પિત્તળનો નીકળે! આપી ભ્રમણાઓ ભાંગીને ભૂકો થઇ જાય અને જીવન છાની વેદના સાથે વીતાવવું પડે!

સુખ-દુઃખ સમેમત્વા...સુખ દુઃખમાં સમભાવ રાખવા 'એમ જ હોય'ચિંતન દુઃખી કરી શકતું નથી  એમ વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સુરતના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ગીતા જયંતિના અવસર પર વાત કરતાં જણાવ્યું હતું.શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુંસાર ગુરૂકુલના વિદ્યાર્થીઓએ યજ્ઞ કરેલ. ભકતોએ શ્રી પુરૂષોત્તમ પ્રકાશના પાઠ કરેલ. ઠાકોરજીની પાલખીયાત્રા કાઢેલ તેમજ સાયંકાળે ઠાકોરજી તથા ગીતાજીનંૂ પૂજન કરવામાં આવેલ. અંતમાં હરિભકતોને સંબોધતા શ્રી પ્રભુસ્વામીએ કહ્યું હતું કે ધન છોડવું સહેલું છે, પણ લોભ ત્યાગવો મુશ્કેલ છે. શરીર પર રાખ ચોપડી શકાય છે, પણ અહંભાવને ખાખ કરવો અઘરો છે.વધુમાં તેઓએ કહ્યું હતું કે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ એવા સંત હતા કે તેને ગુરૂકુલ કર્તાનો ભાવ સ્પર્શ્યો ન હતો. પચ્ચીસ વર્ષની ઉમરે ગીતાના ૭૦૦ શ્લોક-૧૮ દિવસમાં કંઠસ્થ કરેલ. તે જ્ઞાનને તેઓએ યથાર્થ રીતે પચાવેલ હતો.

 

(12:15 pm IST)