Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃતકોને મોરબીની પીજી પટેલ કોલેજ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન

હતભાગી દિવંગતોના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તે માટે શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો

ગુજરાત સરકાર દ્વારા આવતીકાલે બે નવેમ્બર ના રોજ શોખ દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોરબીની પીજી પટેલ કોલેજ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા મોરબી દુર્ઘરનામાં મૃત્યુ પામેલા હતભાગી દિવંગતોના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તે માટે શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં કોલેજ પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ, સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મૃતકોની શાંતિ માટે અંજલી ગીતનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના પ્રમુખ તથા આચાર્ય દ્વારા શાબ્દિક શ્રધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જે બાદ ગાયત્રી મંત્રના જાપ તેમજ બે મીનીટનું મૌન પાડવામાં આવ્યું હતું.

 

(7:25 pm IST)