Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

વડોદરામાં દારૂના કટિંગ સમયે પોલીસ ત્રાટકી:1.18 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

વડોદરા: શહેરના બિલ ચાપડ રોડ ઉપર નારાયનમ કોમ્પ્લેક્સ પાસે મોડીરાત્રે દારૂનો જથ્થો કટીંગ થતો હોવાની માહિતીના આધારે પીસીબી પોલીસે દરોડો પાડી રૂ. 1.18 લાખ ઉપરાંતની કિંમતની દારૂની 25 પેટી ઝડપી પાડી હતી. જોકે દરોડા દરમ્યાન દારૂનો જથ્થો ઉતરનાર તથા ભરનાર બે કારમાં સવાર ત્રણ શખ્સો પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. 
વડોદરા પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, બિલ ગામથી ચાપડ રોડ ઉપર નારાયનમ કોમ્પ્લેક્સ પાસે દારૂનો જથ્થો અન્ય વાહનો થકી સગેવગે થઈ રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા બાતમી મુજબના સ્થળે કારમાં દારૂનો જથ્થો ભરી રહેલ બે શખ્સો કાર સાથે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી મળી આવેલ પાંચ મોટા પાર્સલો ચકાસતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. માંજલપુર પોલીસે રૂ.1,18,900ની કિંમતની 25 પેટી માંથી 1189 વહીસ્કિ પાઉચ કબ્જે કરી ઘટના સ્થળેથી નાસી છૂટનાર દારૂનો જથ્થો ભરનાર નિશાન કાર નં: જી.જે.06. એફ.સી.2885માં સવાર બે શખ્સો તેમજ દારૂનો જથ્થો ઉતારનાર ઝાયલો કાર સવાર વિરુદ્ધ પ્રોહીબેશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:53 pm IST)