Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઘડિયાળ બનાવતી કંપનીને અનુભવ ન હોવા છતાં પૂલ બનાવવાનો કોન્ટ્રાકટ કેમ આપી દીધો ? અરવિંદ કેજરીવાલના ચાબખા

મોરબી પૂલ દુર્ઘટના ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં થયેલ ભ્રષ્ટાચારનું પરીણામ : આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રીના પ્રહારો

રાજકોટ, તા. ૧ :  મોરબીમાં સર્જાયેલ પૂલ દુર્ઘટના બાદ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે, પૂલ તૂટી પડવાની ઘટનાએ ભ્રષ્ટાચારનો મામલો છે તેમ છતાં તેમને દબાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું છે કે ઘડિયાળ બનાવતી કંપનીને પૂલ બનાવવાનો કોન્ટ્રાકટ કેવી રીતે આપી દીધો ? આ કોન્ટ્રાકટર ટેન્ડર આપવામાં આવ્યો છે. તેમજ તેમને અનુભવ પણ ન હોવાનું ખુલ્યું છે. આ કોન્ટ્રાકટ કોઇ પાર્ટી સાથે અથવા તો નેતા સાથે સંબંધ હોય તો જ મળી શકે.

પૂલની કામ ૧ર મહિનામાં પૂર્ણ કરવાના બદલે માત્ર પ મહિનામાં જ આ કંપનીએ કામ પૂર્ણ કરી દીધુ છે જેથી તે કામ નબળુ થયું છે અને દુર્ઘટના સર્જાય છે. એફ.આઇ.આર. માં પણ કંપનીના માલીક કે કંપનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અરવિંદ કેજરીવાલે મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રભુને પ્રાર્થના કરી છે તેમજ ઇજાગ્રસ્તો જલ્દી સાજ થઇ ને ઘરે જાય તે માટે પણ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી છે.

(3:25 pm IST)