Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબીમાં વડાપ્રધાનની સુરક્ષા માટેનું સુકાન એટીએસ વડા અમિત વિશ્વકર્માને સુપ્રત

સોશ્‍યલ મીડિયામાં ૨ વાયરલ વીડિયોની અસર જાણવા બાદબી સહિતના અધિકારીઓ દ્વારા સર્વે : બીજેપી વર્તુળો માને છે કે પીએમ મુલાકાત બધું હવા જેમ ઉડી જશે : મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, ગુપ્તચર વડા અનુપમસિંહ ગેહલોત વિગેરે નરેન્‍દ્રભાઇ સાથે આવે છે રાહત કામગીરીમાં અસર ન થાત તે રીતે વ્‍યવસ્‍થા તંત્ર ગોઠવાયુઃ મોરબી સહિત સૌરાષ્‍ટ્રની ભૂમિથી વાકેફ ૬ એસપી, ૧૨ ડીવાયએસપી અશોક કુમાર યાદવ ટીમની મદદ માટે મોકલાયા : મોરબી મુલાકાત પહેલા ગાંધીનગર રાજભવનમાં કેન્‍દ્રના વિશ્વાસુ કે. કૈલાસનાથનજી, પંકજ કુમાર, આશિષ ભાટિયા વિગેરે પાસેથી વિસ્‍તૃત વિગતો, કાર્યવાહી, તપાસ ટીમ વિગેરે માહિતી વડા પ્રધાને મેળવી

રાજકોટ,તા.૧: આજે સાંજે મોરબી આવી રહેલ વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સુરક્ષા માટે તંત્ર દ્વારા જબ્‍બર સુરક્ષા વ્‍યવસ્‍થા સાથે આઇબી દ્વારા પણ મોરબી દુર્ઘટના સંદર્ભે  લોકોમાં કેવો માહોલ છે તે  બાબત સાથે બે વાયરલ વિડિયો  અંગે પણ લોકોના  પ્રત્‍યાઘાત શું છે? તે જાણવા જબરજસ્‍ત કવાયતમાં આઇબી ઉપરાંત  વિવિધ  અધિકારીઓ સર્વે કરી રહ્યાની જોરદાર ચર્ચાઓ ચાલ છે. 

મોરબી આવતા પહેલા ગાંધીનગર રાજભવન ખાતે વડા પ્રધાન દ્વારા કેન્‍દ્રના વિશ્વાસુ એવા કે.  કૈલાશનાથન જી.મુખ્‍ય સચિવ પંકજ કુમાર, મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા પાસેથી મુખ્‍ય મંત્રી અનેગૃહ મંત્રીની ઉપસ્‍થિતિમાં ચિતાર મેળવ્‍યો હતો. બચાવ કાર્ય અને પોલીસ કાર્યવાહી અને આ માટે નિમાયેલ ખાસ કમિટિ વિગેરે બાબતે માહિતી મેળવી હતી.

દરમ્‍યાન મોટા ભાગના અધિકારીઓ ચૂંટણી બંદોબસ્‍ત અને  રાહત કાર્યમાં વ્‍યસ્‍ત હોવાથી આ બધી બાબતોને અસર ન થાય તે માટે  એટીએસ વડા અમિત વિશ્વકર્માને સુકાન સુપ્રત કરવા સાથે  સૌરાષ્‍ટ્રથી અને મોરબીથી વાકેફ એવા એક ડઝન એસપી, ૧૪ ડીવાયએસપીને સુરક્ષા વ્‍યવસ્‍થામાં મદદે મોકલવામાં આવ્‍યા છે. મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, આઇબી વડા અનુપમસિંહ ગેહલોત વિગેરે મોરબી વડા પ્રધાન સાથે  નિયમોનુસાર આવી રહ્યા છે. 

સ્‍થાનિક તંત્રને કોઇ  તકલીફ ન પડે તે માટેની સુદ્રઢ વ્‍યવસ્‍થા ઊતર સૌરાષ્‍ટ્ર વડા અશોકકુમાર યાદવ, એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા વિગેરે દ્વારા ગોઠવવા તજવીજ ચાલે છે.

દરમ્‍યાન સોશ્‍યલ મીડિયામાં ફિલ્‍મ મદારીનો મોરબી પૂલ તૂટવાની ઘટના લગત વિડિયો  વડા પ્રધાનની મુલાકાત પ્રસંગે પ્રસરી રહ્યો છે તે બાબતે પણ ગુપ્‍તચર તંત્ર દ્વારા તપાસ સાથે વડા પ્રધાનના બંગાળમાં  કરવામાં આવેલ ભાષણ સંદર્ભેના સોશ્‍યલ મીડિયા ભાષણ સંદર્ભેની અસર અંગે કવાયત ચાલી રહી છે. જોકે ભારતીય જનતા પાર્ટીના વર્તુળો વડા પ્રધાનના આગમન અને મોરબી મુલાકાત બાદ બધુ હવા થઇ જશે તેમ માને છે.

(1:38 pm IST)