Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

રાજપીપળામાં નવનિર્મિત જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોર્ટનું બાર એસોિયેશન દ્વારા વાસ્તુ પૂંજન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગત અઠવાડિયે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતેથી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એમ. આર.શાહ, ગુજરાતની વડી અદાલતના ચીફ જસ્ટીશ અરવિંદકુમાર, ગુજરાતના કાયદો અને ન્યાય વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ગુજરાતની વડી અદાલતના ન્યાયાધીશશ્રીઓની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતેની નવનિર્મિત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ જિલ્લા કોર્ટે નું તારીખ 31 ઓકટોબરે નર્મદા જિલ્લા બાર એસોસિયેશન અને ન્યાયતંત્ર દ્વારા વાસ્તુ પૂંજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વાસ્તુ પૂંજનમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એ.આર.પટેલ,નર્મદા જિલ્લા બાર એસોસિયશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ,સેક્રેટરી આદિલખાન પઠાણ,સરકારી વકીલ જે.જે. ગોહિલ,પૂર્વ ડીજીપી જે.કે પંડ્યા અને તેમના ધર્મપત્ની તથા દેડીયાપાડા,સાગબારા, નસવાડી,ડભોઇ અને શિનોર બાર નાં પ્રમુખો તેમજ હોદ્દેદારો એ હાજરી આપી હતી.

   
(11:08 pm IST)