Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

પ્રાંતિજ તાલુકામાં અચાનક વીજળીના ગાજવીજ સાથે મેઘરાજાની એંટ્રી: ખરીફ પાકોને ભારે નુકશાન

પ્રાંતિજ: તાલુકામાં મંગળવારની રાત્રિએ એકાએક આકાશમાં વિજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા પવન સાથે વરસેલા વરસાદને કારણે ખેડૂતોના ડાંગર,કપાસ તેમજ મગફળીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોળી થઈ છે અને ખેડૂતોને સિઝનમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

  દિવાળીના તહેવારોમાં મંગળવારના રોજ ભાઈબીજની રાત્રીએ એકાએક આકાશમાં પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા.એક તરફ  લોકોો દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહી હતી ત્યારે બીજી તરફ ઓચિંતો વરસાદ વરસતાં ખેડૂતોના ખેતરમાં કપાસ,મગફળી અને ડાંગરના પાકને ભારે નુકસાન જતાં ખેડૂતોની આ વર્ષે દિવાળી બગળી હોય તેવો માહોલ ઉભો થયો છે. ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે.જયારે બીજી તરફ કોબીજ,ફુલાવર તેમજ અન્ય શાકભાજી પકવતા ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેથી તાલુકાના અગ્રણીઓ સરકારના અધિકારીઓ સમક્ષ પોતાના નુકસાન થયેલા પાકનું વળતર ચૂકવાય તેવી રજૂઆત કરશે.

(5:36 pm IST)