Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

તાપી નદી પર પૂજાપાનો સમાન નદીમાં ન ફેંકવાની વિનંતી લોકોએ ધ્યાનમાં ન લીધી: નાનપુર-અડાજણ બ્રિજ વચ્ચે મોટા જથ્થામાં પૂજાપાની સામગ્રી મળી આવી

તાપી: નદી ઉપરના મુખ્ય ચાર બ્રિજ પૈકીના અડાજણ-નાનપુરાને જોડતા સરદાર બ્રિજ ઉપરથી દર વર્ષે શહેરીજનો પૂજાપાનો સામાન નદીમાં ઠાલવે છે. નદીમાં કચરો કે પૂજાપાનો સામાન નહીં ફેંકવાની વિનંતી પણ શહેરીજનો કાને લેતાં નથી. સૌથી વધુ પૂજાપાની સામગ્રી નાનપુરાથી અડાજણ તરફ જતાં બ્રિજની વચ્ચે જોવા મળી હતી. સામગ્રી નદીમાં ઠાલવ્યા પછી પ્લાસ્ટિકની કોથળીઓ રેલીંગ ઉપર અને આમતેમ પથરાયેલી હતી. પૂજાપાની સામગ્રી અને અન્ય ધામક પુસ્તકોનો નિકાલ સરદાર બ્રિજ ઉપર કરવામાં આવતો હોવાથી અગાઉના વર્ષોમાં તાપી નદીમાં સામગ્રી નહીં નાંખવા માટેના બેનર્સ પણ મુકવામાં આવ્યાં હતાં અને કન્ટેઇનર પણ મુકવામાં આવ્યાં હતાં. પરંતુ શહેરીજનો આદતવશ પૂજાપાનો સામાન કશું લાંબુ વિચાર્યા વિના નદીમાં પધરાવી રહ્યાં છેએવું ત્રણેક દિવસથી દેખાઈ રહ્યું છે. જોકેસ્વચ્છતા અભિયાનની કોઈ અસર આવાં લોકો ઉપર હજુ સુધી પહોંચી નથી એવું પણ લાગી રહ્યું છે. લાગલગાટ બેથી ત્રણ દિવસ સુધી લોકો દ્વારા પ્લાસ્ટિકની થેલીમાં પૂજાપાનો સામાન લાવીને નદીમાં ઠલવાય છે અને પ્લાસ્ટિકની થેલીઓ ત્યાં છોડી જાય છે. દૂષણ સૌથી વધુ સરદાર બ્રિજ પર જોવા મળે છે.

(5:33 pm IST)