Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સરદાર વલ્લભભાઇ ટેલની જન્મજયંતિ નિમિતે આણંદમાં તમાકુ ઉત્પાદકોએ નિકોટિન ઇન્ડસ્‍ટ્રીઝને ટેકો આપવા એક યુનિક સહકારી સંગઠ્ઠનની કરી જાહેરાત

આણંદ: સરદાર પટેલની જયંતી નિમિત્તે આણંદ ખાતે તમાકુ ઉત્પાદકોએ નિકોટિન ઇન્ડસ્ટ્રીઝને ટેકો આપવા માટે એક યુનિક સહકારી સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. આ નવા સહકારી સંગઠનને સરદાર પટેલ એગ્રોટેક કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ તરીકે ઓળખવામાં આવશે. આ સંગઠન નિકોટિન ઇન્ડસ્ટ્રીઝને મદદ કરશે જેને ભારતમાં નિકાસકારો માટે એક નવી ગ્રીનફિલ્ડની તક હોવાનું માનવામાં આવે છે. તમાકુ ઉત્પાદકોને નિકોટિનના ઉત્પાદન માટે તમાકુનો સેપ કાઢીને વેલ્યુ ચેઇનને આગળ વધારવામાં મદદ કરવા માટેની આવા પ્રકારની પ્રથમ પહેલ હશે. આ સરદાર પટેલ અને વડાપ્રધાનના દ્રષ્ટિકોણને દર્શાવે છે જે આ મૂલ્યવર્ધન કૃષિ ઉદ્યોગોમાં ભાગીદાર બનવીને ખેડૂતોની ભાગીદારી અને આર્થિક ઉત્થાનને સક્ષમ બનાવવી શકાય છે.

નવા સહકારી સંગઠનના અધ્યક્ષ ભીખુભાઇ પટેલે જણાવ્યું હતું કે, “ કૃષિ પેદાશના મૂલ્યવર્ધનના લાભો ખેડૂતો સાથે વહેંચવાના વડાપ્રધાનના દ્રષ્ટિકોણમાં યોગદાન આપવા બદલ અમને ખૂબ જ ગર્વ છે. અમે આણંદ જિલ્લામાં સો જેટલા તમાકુ ઉત્પાદક ખેડુતો સાથે જોડાણ કરીને નાના પાયે શરૂઆત કરવાની યોજના બનાવીએ છીએ, પરંતુ અમે આશા રાખીએ છીએ કે કામગીરીની શરૂઆતના થોડાક જ વર્ષોમાં અમે ઓછામાં ઓછા એક હજાર ખેડુતોને આવરી લઇશું અને આ મોડેલ સફળ થયા બાદ અમે દેશના અન્ય તમાકુ ઉત્પાદક પ્રદેશોમાં તેનું પુનરાવર્તન કરીશું.

ગુજરાતમાં લગભગ 65000થી 85000 હેક્ટરમાં તમાકુની ખેતી કરવામાં આવે છે જેમાં 1250 કિગ્રા જેટલી તમાકુનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં હેક્ટર દીઠ તમાકુની ઉત્પાદકતા 1800 કિગ્રા જેટલી છે જે મોટાભાગની બીડી તમાકુ છે, ત્યારબાદ રાજ્યમાં ઉત્પન્ન થતી તમાકુમાં ચ્યુઇંગ (લાલ અને કાળી ચોપડિયા), હુક્કા (ગડકુ) અને રસ્ટિકા છે જેની લગભગ 20,000 હેક્ટરમાં ખેતી કરવામાં આવે છે.

ગુજરાતમાં ઉત્પન્ન થતા તમાકુના કુલ પાકમાં ખેડા, આણંદ અને વડોદરા જિલ્લો 90 ટકા યોગદાન આપે છે તે ઉપરાંત પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં નાના વિસ્તારમાં, જ્યારે ગુજરાતના ઉત્તર ઝોનમાં અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાના આશરે 5૦૦ હેકટર જેટલાં વિસ્તારમાં ગડકુ તમાકુનું વાવેતર કરવામાં આવે છે. તેવી રીતે મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે રસ્ટિકા તમાકુની ખેતી કરવામાં આવે છે. હાલમાં પાંચ લાખથી વધારે તમાકુ ઉત્પાદકો અને અન્ય પાંચ થી લાખ જેટલાં વેપારીઓ અને મજૂરો હાલ તમાકુના ઉત્પાદન અને પ્રોસેસિંગના વેપારમાંથી પ્રત્યક્ષ રીતે રોજગારી મેળવે છે. ગુજરાતમાં ઉગાડવામાં આવતી તમાકુમાંથી બીડી, ચાવવાની તમાકુ અને નિકોટિનનું ઉત્પાદન કરવામાં આવે છે.

આ સહકારી સંગઠન આણંદ જિલ્લામાં ખાનપુર ખાતે નિકોટિન એક્સટ્રેક્શન યુનિટ સ્થાપશે, જે પંરપરાગત ટેક્નોલોજી ઉપર આધારિત હશે જે ખેડૂતોને તેમના ઉત્પાદનમાં વધુ સારું વળતર મળે તેની સાથે સાથે નિકોટિનની માંગમાં વૈશ્વિક વૃદ્ધિનો પણ લાભ ઉપલબ્ધ કરાવશે. ગુજરાતમાં ઉગાડવામાં આવેતી તમાકુ નિકોટિન એક્સ્ટ્રેક્શન માટે ખૂબ જ યોગ્ય છે. પહેલેથી જ ગુજરાત નિકોટિનના ઉત્પાદન મામલે દેશમાં અગ્રેસર છે અને ભારત આજે વિશ્વના ટોચના 3 નિકોટિન ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. યોગ્ય સિસ્ટમ્સ અને નીતિઓ સાથે આપણે વિશ્વના નંબર વન નિકોટિન ઉત્પાદક ન બની શકીએ તે માટે કોઈ કારણ નથી. તમાકુ ઉત્પાદકોને સક્ષમ બનાવવા માટે આ વિકાસમાં ભાગ લેવા માટે છેવાડે આણંદ જિલ્લાનો ચહેરો બદલવામાં સફળ અમૂલના મોડલના આધારે નિકોટિન એક્સ્ટ્રેક્શન માટે એક સહકારી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

(4:44 pm IST)