Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

હવે અરબી સમુદ્રમાં 'મહા' નામનું વાવાઝોડું સર્જાયું બુધ અને ગુરુવારે ગુજરાતના દરિયાકિનારે ટકરાશે

વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના જિલ્લાઓને વાવાઝોડાની અસર થશે

અમદાવાદ : ક્યાર બાદ હવે અરબી સમુદ્રમાં મહા નામનું વાવાઝોડું સર્જાયું છે. હવામાન વિભાગ મુજબ 6 અને 7 નવેમ્બરે ગુજરાતના દરિયા કિનારે  ટકરાશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના જિલ્લાઓને વાવાઝોડાની અસર થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર નવેમ્બર સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

   આ વાવાઝોડુ હાલમાં કર્ણાટક અને કેરળના સમુદ્ર કિનારા નજીક છે. જે આગામી 48 કલાકમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતી કરશે. જો કે તે સાથે જ વાવાઝોડું વધુ મજબૂત થઇને સિવિલયર સાયકલોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. રાજ્યમાં કમોસમી વરસાદની તિવ્રતામાં વધારો જોવા મળી શકે છે.

   લક્ષ્‍યદ્રીપથી આગળ વધી રહેલું વાવાઝોડું અંતે ઓમાન તરફ ફંટાશે. આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રની નજીક પહોંચશે. તે દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન લક્ષ્‍યદ્રીપમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

(1:31 pm IST)