Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

સુરતમાં ઓનલાઇન શોપિંગના વિરોધનો નવતર કીમિયો વેપારીઓ મોટા-મોટા ઓર્ડર આપી કરાવી રહ્યાં છે કેન્સલ

આ ઝુંબેશમાં બે હજાર વેપારીઓ જોડાયા : 100 કરોડનો માલ પરત કરાયો

સુરતમાં ઓનલાઇન શોપિંગનો વિરોધ કરવા માટે વેપારીઓ દ્વારા નવતર કીમિયો આપનાવાયો છે સુરતના વેપારી વધુમાં વધુ ઓનલાઇન શોપિંગ કરી મોટા ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે. જેથી ઓનલાઈન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. સુરતના મોબાઇલ રીટેલર એસોસિએશન દ્વારા શરૂ કરાયેલી આ મુહિમમાં સુરતના બે હજારથી વધુ વેપારીઓ જોડાયા છે ઇલેક્ટ્રિક વસ્તુઓના કરોડોના ઓર્ડર કરી હાલ ઓર્ડર પરત કરી રહ્યા છે. આ મુહિમમાં અત્યાર સુધી સો કરોડના માલ પરત કરવામાં આવ્યા છે.

 

 સુરતમાં વેપારી મોબાઈલ ઈલેક્ટ્રીક વસ્તુઓ સહિતની શોપિંગના વિરોધમાં આ મુહિમ શરૂ કરી છે.જેમાં સુરતના બે હજારથી વધુ વેપારીઓ જોડાયા છે. તેઓ મોટી સંખ્યામાં ઓર્ડર આપી તેને પરત કરી રહ્યા છે.

(12:33 am IST)