Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

અમદાવાદના શાહીબાગમાં ઓનલાઇન કાર ખરીદવાની લાલચમાં કોન્સ્ટેબલનો પુત્ર 1.15 લાખની ઠગાઇનો ભોગ બન્યો

અમદાવાદ:શાહીબાગ પોલીસ હેડ કવાર્ટસ ખાતે રહેતાં પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર ઓન લાઇન સસ્તી કાર ખરીદવાની લાલચમાં રુ.૧.૧૫ લાખની ઠગાઈનો ભોગ બન્યો છે. ચાર મહિના પહેલા ઓએલએકસ પરથી  રુ.૫ લાખમાં કાર વેચવાની જાહેરાત જોઈને યુવકે કાર ખરીદવા માટે સંપર્ક કર્યો હતો. ગઠિયાઓએ એરપોર્ટના પાર્કિગમાં પડેલી કાર જોવા માટે રુ.૧.૧૫ લાખ ખાતામાં ભરાવ્યા બાદમાં બીજા ૪૦ હજારની માંગ કરી હતી. યુવકને ઠગાઈની ગંધ આવી જતાં ગઠિયાઓએ ફોન બંધ કરી દીધા હતા.
માધવપુરા પોલીસે આ અંગે ચાર મહિના બાદ સોમવારે ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. શાહિબાગ પોલીસ હેડ કવાર્ટસમાં રહેતાં કાળુસિંહ ઝાલા પોલીસ ડ્રાઈવર તરીકે શહેર પોલીસમાં ફરજ બજાવે છે.  જયદીપે (ઉં.૨૪)  ઓએલએક્સ પર  રુ. ૫ લાખની કિંમતની કાર વેચાણ માટે કોઇએ મૂકી હોવાનું જોયું હતું.

કારનો ફોટો જોઈને તે ખરીદવા માટે તેણે વેચાણ માટે મૂકનારને મેસેજ કરતાં તે વ્યક્તિએ જયદીપને ભંડારી નામની વ્યક્તિનો મોબાઈલ નંબર આપ્યો હતો. ભંડારીએ વાતચીત દરમિયાન કાર એરપોર્ટ પાર્કિંગમાં હોવાનું જણાવી સિંકદર નામના શખ્સનો નંબર આપ્યો હતો. આથી સિંકદર સાથે જયદીપે વાત કરી તો તેણે કાર જોવા માટે એરપોર્ટ પાર્કિગ અને બાનાની રકમ મળી કુલ રુપિયા ૧,૧૫,૬૦૦ની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવવા કહ્યું હતું. 

(4:21 pm IST)