Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વડોદરામાં એક પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.18 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:શહેરના આજવા રોડ પર આવેલી શુભ લક્ષ્મી સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો તેરમાની વિધિમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 1.18 લાખની મત્તાની ચોરી ફરાર થઈ ગયાનો બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા શીવાભાઈ પ્રજાપતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 28 મી સપ્ટેમ્બરના રોજ પરિવાર મકાનને તાળું મારી તરસાલી ખાતે તેરમાની વિધિ અર્થે ગયો હતો. અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે સવારે મકાનના દરવાજાનું તાળું તૂટેલું અને ઘરમાં સામાન વેરવિખેર જણાતા ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અજાણ્યા તસ્કરો તિજોરીના લોકરમાંથી સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાની ચેન તથા રોકડા રૂપિયા 28 હજાર મળી કુલ 1.18 લાખની મત્તા ચોરી નાસી છૂટયા હતા.

(5:49 pm IST)