Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સુરતના વરાછા રોડ વિસ્તારમાં ચેક રિટર્નના કેસમાં સંડોવાયેલા આરોપીને અદાલતે બે વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાંત્રણેક વર્ષ પહેલાં હાથઉછીના આપેલા રૃ.31 લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપીને આજે આઠમા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે દોષી ઠેરવી બે વર્ષની કેદ,ફરિયાદી ને નકારાયેલા ચેકની દોઢ ગણી રકમ 46.50 લાખ વળતર પેટે ત્રીસ દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે. ન ચૂકવે તો વધુ ચાર માસની સજાનો હુકમ કર્યો છે.

વરાછા રોડ વિસ્તારમાં ત્રિકમનગર ખાતે રહેતા તથા ઓમ જ્વેલર્સના નામે સોનાચાંદીના દાગીના વેચનાર ફરિયાદી ગીરીશભાઈ નટવરલાલજી રાવલે મિત્રતાના સંબંધના નાતે આરોપી ભરતકુમાર ખીમારામ (રે.દિવ્યપેલેસચલથાણ તા.પલસાણા)ને ધંધાકીય વિસ્તરણ માટે એપ્રિલ-2018 થી જાન્યુઆરી-2019 દરમિયાન કુલ રૃ.30.31લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેની ચુકવણી પેટે બંને પક્ષકારો વચ્ચે લેખિત બાંહેધરી કરાર કરીને આરોપીએ ફરિયાદીને લેણી રકમના રૃ.15 લાખ તથા 16 લાખના એમ બે ચેક  લખી આપ્યા હતા. નિયત મુદત બાદ પેમેન્ટ નહી મળતા તે ચેક બેંકમાં જમા કરાવાતા રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

આજે કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી કેદ-દંડની સજા ફટકારી હતીકોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ જાતે કે પોતાના વકીલ મારફતે હાજર રહીને ફરિયાદપક્ષના પુરાવા દ્વારા કે  પોતાના અથવા સાક્ષીનો કોઈ લેખિત-મૌખિક પુરાવો રજુ કરી રીબર્ટલ પુરાવો રજુ કર્યો નથી. કોર્ટે ગેરહાજર આરોપીને સજાના અમલની બજવણી માટે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.

(5:48 pm IST)