Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ડીસામાં હાઇવે અકસ્માત નિવારણ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

ડીસા: વેપારી મથક ડીસા શહેરમાં હાઇવે ઓથોરિટીની બેદરકારીનો ભોગ હાઇવે પરની સોસાયટીના લોકો બની રહ્યાં છે. જેથી હાઇવે અકસ્માત નિવારણ સમિતિ ડીસા દ્વારા સમસ્યા હલ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ડીસામાં ઓવર બ્રીજના નિર્માણ બાદ સવસ રોડની નજીક આવેલ વરસાદી પાણીના નિકાલની ગટરોના બાંધકામ પછી કયારેય સાફ - સફાઈ થયેલ નથી. બાંધકામનો કચરો રેતી માટી અને હોટલોના કચરાથી તમામ ગટરો જામ થયેલ છે. તેની સાફ સફાઈ માટે સોસાયટી વિસ્તારના જાગ્રૃત નાગરીકો અને હાઈવે અકસ્માત નિવારણ સમીતી દ્વારા વાંરવાર હાઈવે ઓથોરીટીને રજુઆત કરેલ છે. બનાસકાંઠા જીલ્લા કલેકટરને પણ રજુઆત કરેલ છે. તેમ છતા કોઈ કાર્યવાહી ન થતા તા.ર૬-૦૭-ર૦ર૧ના સવારે આવેલ ભારે વરસાદથી ચંદનજંબુદીપજયલક્ષ્મીવિજય પાર્કશ્રીપાલ નગરજયપાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ઘુસ્યા હતા.

(5:43 pm IST)