Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

રાજ્યમાં ડ્રગ્સને નાબૂદ કરવા ક્રાઇમ બ્રાન્ચમાં અલગ વિભાગ બનાવી અધિકારીની જવાબદારી નક્કી કરો

દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે મુખ્યમંત્રી રૂપાણીને રૂબરૂ રજૂઆત કરી

અમદાવાદ : દરિયાપુર વિધાનસભા કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમદાવાદમાં વેચાઇ રહેલા ડ્રગ્સ મુદ્દે રજૂઆત કરી અને માંગ કરી હતી કે, ડ્રગ્સને નાબુદ કરવા ક્રાઇમ બ્રાન્ચમાં અલાયદો વિભાગ બનાવી અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ

   કૉંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખે ડ્રગ્સનું વેચાણ કરતા તત્વોને નેસ્તનાબૂદ કરવા પકડેલા તત્વો કાનુની આંટીઘુંટીમાંથી છટકી ન જાય માટે ખુબ જ ઝીણવટી કાનુની કાર્યવાહી કરી કડક સજા આપવા માગણી કરી છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એસજી હાઇવે પરથી ૧.૫ કરોડથી વધુ કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

   શેખ દ્વારા સીએમને રજૂઆત કરી હતી કે યુવાધનને પ્રોક્સી રીતે ખતમકરવા માટે મુંબઇ - ગોવાથી એજન્ટો એમડી ડ્રગ્સ સહિત અન્ય ડ્રગ્સ નિર્ભય રીતે ગુજરાતમાં સપ્લાય કરી રહ્યા છે. આજની યુવા પેઢી નશાનું દૂષણ ચિંતાનજક રીતે વધી રહ્યું છે. દારૂ ઉપરાત અફીણ, ગાંજો, હેરોઇન, કોકેનના રવાડે યુવા પેઢી ચઢી રહી છે. શેખની રજૂઆતની ગંભીર નોંધ લઇ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

(11:57 pm IST)