Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ધોળકા તાલુકામાં નિબંધ ચિત્ર અને વકૃતવ સ્પર્ધા યોજાઈ

ડોકટર બાબા શાહેબ આબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરીને આસપાસ સફાઇ કરવામાં આવી

વિરમગામ : ગાંધીજી ની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા દડિયાપૂરા (આબલીયરા)પ્રાથમિક શાળામાં  6 થી 8 ધોરણ ના વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ ચિત્ર અને વકૃતવ સ્પર્ધઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 1થી 3 નંબર લાવનારા વિદ્યાર્થીઓને સર્ટિફીકેટ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે.

  આ કાર્યક્રમમાં  પ્રિન્સિપાલ રાકેશભાઈ સોની  તથા તાલુકા સંયોજક કિશનભાઈ ચોહાણ અને સનીભાઈ પંચાલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ધોળકા તાલુકાના આબલિયારા ગામ માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ડોકટર બાબા શાહેબ આબેડકરની પ્રતિમા ને માલ્યાર્પણ કરવામાં આવ્યું તેમજ આજુબાજુમાં સાફસૂફી નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

  આ કાર્યક્રમમાં   આબલિયારા સ્વામિ વિવેકાંદ યુવક મંડળ(બ્રીજેશભાઇ  તથા કુલદીપ ભાઈ ) તથા ધોળકા તાલુકા સહિયોજક  સનીભાઇ પંચાલ અને કિશનભાઇ ચોહાણ ઉપસ્થિત રહ્યા હતા.

(7:21 pm IST)