Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મહેમદાવાદના માંકવાની સીમમાં ગોઝારો અકસ્માત: ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘુસી જતા પાંચના ઘટનાસ્થળેજ મોત

મહેમદાવાદ:તાલુકાના માંકવા ગામની સીમ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ગાડી ટ્રકની પાછળ ટકરાતા આ અકસ્માતમાં સ્થળ પર પાંચ વ્યક્તિઓના કરૂણ મોત નિપજયા હતા.

માંકવા ગામ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વે પર સવારના ૭:૦૦ વાગ્યાની આસપાસ આ ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો.અર્ટીગો ગાડીના ચાલકે આગળ જતી ટ્રકને ઓવર ટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ કોઇ કારણોસર તે ટ્રકને ઓવરટેક ન કરી શકયો અને તેથી તે ગાડી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી.અને તેથી ગાડીમાં સવાર પાંચે પાંચ વ્યક્તિઓ ટ્રકની પાછળ ધુસી જતા કરૂણ મોત નિપજયા હતા.

(5:59 pm IST)