Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

અમદાવાદ ભાજપ યુવા મોરચના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીએ તમામ મર્યાદા વટાવી

બાપુનગરના પીઆઈ નીરવ વ્યાસ તેમજ એસીપી અને ડીસીપીને ગાંળો ભાંડી: વિડિઓ વાયરલ

અમદાવાદ :  અમદાવાદ ભાજપ યુવા મોર્ચો ફરી વિવાદમાં આવ્યો છે. અમદાવાદ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાતિવિષયક શબ્દો અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. વિક્કીનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તે બાપુનગરના પીઆઈ નીરવ વ્યાસ તેમજ એસીપી અને ડીસીપીને ગાંળો ભાંડી રહ્યો છે. અને પોતાની સરકાર છે કોઈ કહી બગાડી નહી શકે તેવો દાવો પણ કર્યો છે.

(2:17 pm IST)