Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

બનાસકાંઠાના ભાભર પંથકમાં પાંચ કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો :નીચાળવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી: પાકને મોટું નુકશાન

ખેતરોમાં પાણી ઘુસતા બાજરી અને જુવાર પાક પલળી જતાં નુકસાન: લીલા દુષકાળના એંધાણ

 

ભાભર તાલુકા પંથકમાં પાછોતરા વરસાદે કહેર વર્તાવ્યો છે. નવરાત્રિના બીજા દિવસે ધોધમાર વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે

છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે પાંચ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા મુશ્કેલીઓ વધી છે. ભાભર શહેરના લાટી બજાર ખાડીયા વિસ્તાર આઝાદ ચોક વાવ રોડ અને નીચાણવાળી સોસાયટી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જવા પામ્યા હતા. વરસાદી પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર લાઇનો પાણી ગાળી શકતા મુશ્કેલી સર્જાઇ હતી

    ભાભર મામલતદારના આદેશથી પાલિકાના વહીવટીતંત્રએ પાણીનો નિકાલ કરાવ્યો હતો. રહીશોએ હાસકારો અનુભવ હતો. જ્યારે વધુ વરસાદને લઈને ખેડૂતોને પડતા ઉપર લાત સમાન એરંડા કપાસ જુવારના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. ખેતરમાં કાપણી કરીને રાખેલા બાજરી અને જુવાર પાક પલળી જતાં નુકસાન થવા પામ્યું છે. વરસાદનો કહેર વર્તાતા હવે લીલા દુષ્કાળનાં એંધાણ વર્તાઇ રહ્યા છે ખેડૂતોને નુકસાન આપવા માંગ ઉઠી રહી છે.

  ભાભર તાલુકાના ઢીંકવાળી વડપગ ગોસણ ઊજનવાડા ઊંડાઈ બુરેઠા કપરુપુર ચીચોદરા ખારા નેસડા કારેલા અબાળા વગેરે ગામોમાં એરંડા કપાસ જુવાર અને મોટું નુકસાન થવાના અહેવાલ મળી રહ્યા છે.

(1:05 am IST)