Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કેલોરેક્સ દ્વારા કેલોફિસ્ટ-૨કે ૧૮ વાર્ષિક મહોત્સવ યોજાયો

ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્પર્ધામાં જોડાયાઃ અભ્યાસની સાથે સાથે રમતગમત અને કૌશલ્ય વિકાસમાં પણ વિદ્યાર્થીની પ્રતિભા નીખરે તે હેતુથી આયોજન કરાયું

અમદાવાદ, તા.૧: અભ્યાસની સાથે સાથે રમતગમત અને કૌશલ્ય વિકાસમાં પણ વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભા નીખરે તે હેતુથી કેલોરેક્ષ યુનિવર્સિટી દ્વારા કેલોફિસ્ટ-૨કે૧૮ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીનવુડ રિસોર્ટ, કેલોરેક્ષ યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કેલોફિસ્ટ-૨૦૧૮માં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રમતગમત સ્પર્ધા અને ડાન્સ, ફેશન શો વગેરેમાં ભાગ લીધો હતો. કેલોરેક્ષ યુનિવર્સિટી કેમ્પસ અને બહારના વિદ્યાર્થીઓ વચ્ચે પણ કબડ્ડી, વોલીબોલ, ચેસ સહિતની રમતગમતની સ્પર્ધા યોજાઇ હતી. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, ફેશન શો સહિતના અન્ય ઇવેન્ટમાં પણ લાઇવ જોરદાર પરર્ફોમન્સ આપવામાં આવ્યું હતું. અલગ-અલગ કેટેગરીમાં કુલ ૧૪ ઇવેન્ટ યોજાઇ હતી. બે દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં પહેલા દિવસે ૧૭થી ૧૮ ટીમોએ વિવિધ રમતગમતમાં ભાગ લીધો હતો, જયારે બીજા દિવસની ઇવેન્ટમાં અલગ-અલગ ગ્રુપોએ ડાન્સ, ફેશન શો સહિતની ઇવેન્ટમાં ભાગ લીધો હતો. અભ્યાસની સાથે સાથે રમતગમત અને કૌશલ્ય વિકાસમાં પણ વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભા નીખરે તે હેતુથી કેલોરેક્ષ યુનિવર્સિટી દ્વારા કેલોફિસ્ટ-૨કે૧૮ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ કેલોફિસ્ટમાં ભાગ લીધો હતો, જયારે આ વર્ષે ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ કેલોફિસ્ટ-૨કે૧૮માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જજીસ તરીકે ખ્યાતનામ  કલાકારો એવા ડાન્સર કોરિયોગ્રાફર હાર્દિક રાવલ અને ધ્રુવેશ પટેલ તેમ જ સેલિબ્રીટી યશ બારોટ, જનક ઝાલા અને આશીમા ગ્રુપના પ્રિયાંક બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ફેશન શોમાં અલગ અલગ થીમ પર તેમની આકર્ષક અને અનોખી પ્રતિભા રજૂ કરી હતી. સમગ્ર ઇવેન્ટનું સફળ સંચાલન પ્રિન્સીપાલ પરશુરામ ધાકડ અને કૃણાલ પટવારી દ્વારા કરાયું હતું.

(10:13 pm IST)