Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સાબરકાંઠા: ઢુંઢર ગામેં બાળકી પર બળાત્કાર મામલે સાતથી વધુ ગામનું વિરોધ પ્રદર્શન :કેન્ડલ માર્ચ યોજી

પ્રદેશ કોંગ્રેસ ડેલિગેશને લીધી ભાવપુર ગામની મુલાકાત ;પીડિત પરિવારને સાંત્વના પાઠવી

સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલા ઢુંઢર ગામમાં દોઢ-બે વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવા કેન્ડલ માર્ચ યોજી હતી.દોઢ વર્ષની બાળકી પર એક ફેક્ટરીના મજૂર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે જેને પગલે આજે રાયગઢ ગામ સહિત આજુબાજુના સાત ગામોના લોકોએ બાળકીના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
  ગ્રામજનોએ જણાવ્યું કે, બાળકીના પરિવરને ન્યાય મળે અને આરોપીને આકરામાં આકરી સજા મળે તે માટે કેન્ડ માર્ચ યોજવામાં આવી છે. આ સાથે લોકોએ જાહેરાત કરી છે કે, આરોપીના વિરોધમાં આવતી કાલે રાયગઢ ગામના બજારો પણ સજ્જડ બંધ રહેશે.
  પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રચાયેલ ડેલીગેશને ભાવપૂર ગામની મુલાકાત લીધી હતી, અને ભોગ બનેલી બાળકીના પરિવારજનોને સાત્વના પાઠવી હતી. પાટણ કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહીત કોંગ્રેસના ધારાસભ્યો અને હોદ્દેદારો આમાં જોડાયા હતા. પોલીસ દ્વારા કેટલાક ઠાકોર સમાજના યુવાનો સામે કેસ કરવામાં આવ્યા છે તે બાબતે પણ ડેલીગેશને રોષ વ્યક્ત કર્યો હતો અને વહેલામાં વહેલી તકે આ કેસ પાછા ખેંચી લેવા પણ માગ કરી હતી.

(5:12 pm IST)