Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

''મન મંદિરિયે રહેતી મોગલ ' લાડીલા કલાકાર ઓસમાણ મીર અને કિર્તીદાન ગઢવીના સુરીલા સ્વરે ''યુટ્યૂબ''માં મચાવી ધૂમ

ઘનશ્યામ કવી અને ઓસમાણ મીરે સંયુક્ત રીતે લખેલ ગીતનું સંગીત ક્રુણાલ મીરે આપ્યું છે

 ગુજરાતના બે લોકલાડીલા કલાકાર ઓસમાણ મીર અને કિર્તીદાન ગઢવીનું મા મોગલ પર એક ગીત રજૂ થયું છે. આ ગીતના નિર્માતા ઓસમાણ મીર છે. જ્યારે આ ગીતને ઘનશ્યામ કવી અને ઓસમાણ મીરે સંયુક્ત રીતે લખ્યું છે. ગીતમાં ઓસમાણ મીર અને કિર્તીદાને પોતાનો સુરીલો સ્વર આપ્યો છે. આ ગીતનું સંગીત કૃણાલ મીરે આપ્યું છે. આ સોન્ગ રજૂ થતા જ ધૂમ મચાવી છે

   ગુજરાતના નામી કલાકારોમાં જેમની ગણના થાય છે તેવા ઓસમાણ મીર એક સમયે તબલા વગડાતા હતા. એવું કહેવાય છે કે કથાકાર મોરારિ બાપુની સલાહ બાદ તેમણે તબલા વગાડવાનું બંધ કરીને ગીત ગાવાનું શરૂ કર્યું હતું. સંજય લીલા ભણસાલીની 'રામલીલા' ફિલ્મના એક ગીત 'મન મોર બની થનગાટ કરે'એ ઓસમાણ મીરને વિશ્વસ્તરે પ્રસિદ્ધ કર્યા હતા. લોકગીતો ઉપરાંત તેઓ સારા ગઝલ ગાયક પણ છે. ગુજરાતી ગીતો-ભજનો ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ તેમણે પોતાનો કંઠ આપ્યો છે.

   આજકાલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને વિદેશમાં ડાયરાના કલાકર તરીકે ખૂબ જાણીતું બનેલું નામ એટલે કિર્તીદાન ગઢવી. કિર્તીદાનના ડાયરામાં લાખો રૂપિયા ઉડ્યા હોવાના સમાચાર અવાર નવાર માધ્યમોમાં ચમકતા રહે છે. કોક સ્ટુડિયોનાં 'મારી લાડકી' ગીતે તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. આ ઉપરાંત મા મોગલ, શીવજી પર તેમના ભજનો ખૂબ પ્રસિદ્ધ છે. છેલ્લા બે ત્રણ વર્ષથી નવરાત્રિ અને ગરબામાં પણ તેમનું નામ ખૂબ પ્રસિદ્ધ થઈ રહ્યું છે.

(4:40 pm IST)