Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વાપીમાં બુટલેગરો બેફામ :દારૂ ભરેલી ગાડી રોકવા જતા પોલીસ ટીમ પર ચડાવી દીધી કાર: PSI ગંભીર ઘાયલ

કાર લઈને ભાગતા બુટલેગરે અન્ય ત્રણ વાહનોને પણ અડફેટે લીધા:બુટલેગર ઝડપાયો : અન્ય બે લોકો ફરાર

વાપી : વાપી પંથકના બુટલેગરો બેફામ બન્યા છે ફરાર થઈ ગયેલા બે બુટલેગરોને શોધવા માટે પોલીસ અડધી રાત્રે દોડથી થઈ હતી ત્યારે કારની તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો

વાપી શહેરમાં એક દારૂ ભરેલી ગાડીને રોકવા જતાં બુટલેગરે પોલીસની ટીમ પર ગાડી ચડાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 મળતી વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે બુટલેગરો કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. વાપીના રેલવે ઓવરબ્રિજ પાસે આ ઘટના બની હતી. આ ઘટનામાં એક બુટલેગરની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે બે ફરાર થઈ ગયા છે.

   બુટલેગરની ગાડીને રોકાવાનો ઈશારો કર્યા બાદ ગાડી રોકાઈ ન હતી અને બુટલેગરે કાર પોલીસની ટીમ પર ચડાવી દીધી હતી. ઘટનામાં પીએસઆઈ યુ.આર. ડામોર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  પોલીસ પર ગાડી ચડાવી દીધા બાદ કાર લઈને ભાગી રહેલા બુટલેગરે અન્ય ત્રણ વાહનોને પણ અડફેટે લીધા હતા. આ દરમિયાન પોલીસે બુટલેગરની પકડી પાડ્યો હતો, જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો ફરાર થઈ ગયા છે. .

(4:41 pm IST)