Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સુરતની ૪૦૦ ખાનગી સ્કૂલોમાં નવરાત્રી વેકેશન નહી અપાય : સંચાલકોને નિર્ણય

ખાનગી સ્કૂલો સરકારને 'ગરબા' રમાડવાના મૂડમાં  : ડીઇઓ તેમજ શિક્ષણમંત્રીને આગામી દિવસોમાં આ વેકેશનને લઇને ફેરવિચારણા કરવા અને વેકેશન આપવાને બદલે સ્કૂલો સવારે ૭ વાગ્યાને બદલે ૯ વાગ્યે શરૂ કરવા સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળ રજૂઆત કરશે : રાજકોટમાં પણ કેટલીક શાળા  નવરાત્રી વેકેશન આપવાના મૂડમાં  નથી : સરકાર શ ું નિર્ણય લેશે ?

નવરાત્રી વેકેશને કેમ નહીં આપવું જોઇએ ? સંચાલકોએ આપેલા કારણો

-સુરતમાં આખા રાજય અને દેશમાંથી લોકો આવીને વસ્યા છે અને દિવાળી વેકેશનમાં તહેવારો કરીને જ પરત ફરતા હોય છે.

- રાજયની ૬૮ ટકા સ્કૂલો બપોરની પાળીમાં ચાલે છે. એટલે આરામથી દાંડીયા રાસ રમીને તે વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે.

- વિદ્યાથીઓની નવરાત્રીના વેકેશન પછી પરીક્ષાઓ શરૂ થાય છે, તો વાંચશે કે ગરબા રમશે ?

- સરકારે સવારની પાળીમાં જેટલી પણ શાળાઓ ચાલે છે તેનો સમય નવરાત્રી પૂરતો બદલી કાઢે તો નવરાત્રી રમ્યા પછી પણ બાળકો શાળાએ આવીને ભણી શકશે.

(4:18 pm IST)