Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમુલ ઓળખ,પ્રેરણા અને અનિવાર્યતા બન્યુઃ વિશ્વના ૪૦ દેશોમાં અમુલની માંગઃ નરેન્દ્રભાઇ

અમુલના વિવિધ પાંચ પ્રોજેકટનું લોર્કાપણ કરતા વડાપ્રધાન

આણંદઃ તા.૧, પીએમ મોદીએ  આણંદના મોગર ગામ સ્થિત રૂ. ૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉધ્ઘાટન કર્યું હતું. પ્લાન્ટનું ઉધ્ઘાટન કર્યા નરેન્દ્રભાઇએ કહ્યું  હતુ કે, અમૂલ બ્રાન્ડની વિશ્વના ૪૦ દેશોમાં ઓળખ છે. અમૂલ ઓળખ, પ્રેરણા અને અનિવાર્યતા બન્યું છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા ખેડૂતોના આંદોલનથી અમૂલ એક ઓળખ બની ગઈ છે.

અમૂલ એક વૈશ્વિક ઓળખ છે અને વિદેશમાં પણ અમૂલની માગ વધી છે. અમૂલ એક વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું મોડલ છે. ડેરી ઉદ્યોગથી ખેડૂતોને નવી આજીવિકા મળી હોવાનું પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. અમૂલના ચોકલેટ પ્લાન્ટ ઉપરાંત મોદીએ અમૂલના જ અન્ય પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ નવા પ્રોજેકટોથી રાજયના દૂધ ઉત્પાદકોને રૂપિયા ૧૫૦૦ કરોડની વધુ આવક થશે.

મોદીએ લોકાર્પણ કરેલા વિવિધ છ પ્રકલ્પોમાં અમૂલ ડેરીમાં રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂપિયા ૪૫૦ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટનો સમાવેશ થાય છે.

 પીએમ મોદી  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા. બાદ  તેઓ આણંદના ચોકલેટ પ્લાન્ટ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી સાથે રાજયપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ  અમુલના ચેરમેન રામસિંહ પરમાર, એમ.ડી.શ્રી સોઢી સાથે રહ્યાં હતાં.

પીએમ મોદીએ ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, ઉંટડીના દૂધને લઈ મારી મજાક થતી હતી, ઉંટડીના દૂધની કિંમત ગાયના દૂધ કરતા પણ બમણી છે. ખેતરમાં પાક સાથે વીજળી પણ ઉત્પન્ન થઈ શકે. ગુજરાતના દરેક ખૂણે પશુપાલકો માટે નવી તકો અને  ઉત્પાદનમાં વેલ્યુ એડિશનની જરૂર છે. હવે આવશ્યકતા કરતા વધુ ઉત્પાદન થાય છે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતુ કે, અમૂલ બ્રાન્ડની વિશ્વના ૪૦ દેશોમાં ઓળખ છે. અમૂલ એક વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું મોડલ છે. ડેરી ઉદ્યોગથી ખેડૂતોને નવી આજીવિકા મળી છે. માતા-બાળક સ્વસ્થ હોય તો દેશ સ્વચ્છ બની શકે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  મિલ્ક કેપીટલ ઓફ ઇન્ડિયા-દૂધ નગરી, આણંદની સુપ્રસિધ્ધ અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. (૪૦.૧૦)

(4:14 pm IST)