Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જીએસટી રિટર્ન્સના સરળીકરણથી રજીસ્ટર્ડ બિઝનેસને લાભ થવાની શકયતા

અમદાવાદઃ દેશમાં જીએસટી અમલી થયાને એક વર્ષથી વધુ સમય થવા આવ્યો છે. ઈન ડાઈરેકટ ટેકસના કોન્સોલિડેશન અને ટેકનોલોજીયુકત એવા કરમાળખા સાથે બિઝનેસ માટે આ પરિવર્તનનો સમય પડકારૂપ બન્યો હતો. જો  કે છેલ્લા કેટલાક મહિનાઓથી ધીમે પણ મકકમતાથી સ્થિતિ થાળે પડી રહી છે કેમ કે જીએસટી કાઉન્સિલ દ્વારા સક્રિયપણે હિતધારકો પાસેથી ફીડબેક મેળવાયા અને બિઝનેસીસ વધુ સરળ બનેએ માટેના ફેરફારો કરવાનું શરૂ કર્યું છે.

ટેલી સોલ્યુશન્સ પ્રા.લિ.ના ઝોનલ હેડ  સમીર દિક્ષિતે જણાવ્યુ હતું કે 'અમે જીએસટી કાઉન્સિલની રિટન્સ અને રિટર્ન ફાઈલીંગ પ્રોસેસને સરળ બનાવવાની ઘોષણાને આવકારીએ છીએ. હાલમાં ગુજરાતમાં ૮ લાખથી વધુ જીએસટી રજિસ્ટર્ડ બિઝનેસીસ છે જેમાંથી ૧ લાખથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં છે. આમાં નાના અને મધ્યમ સાહસો અને વેપારીઓ સામેલ છે. જેઓ તેમના રોજિંદા કેશ ફલો પર નિર્ભર હોય છે અને અનેક લોકો પ્રથમવાર કરમાળખામાં સામેલ થયા છે. એથી સિસ્ટમ કે જે સમયસર ઈનપુટ ટેકસ ક્રેડિટ અપીવે તે ઈન્ડસ્ટ્રી માટે આશીર્વાદ સમાન બની રહેશે.

(4:13 pm IST)