Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વડોદરાના આજવા રોડ પર એપાર્ટમેન્ટમાં વીજમીટરમાં આગ લગતા અફડાતફડી

વડોદરા: બનાવની ફાયરબ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજવા રોડ પર આવેલા અલવી એપાર્ટમેન્ટમાં બીજા માળે ફીટ કરેલા વીજમીટરોમાં આજે સાંજે આગ લાગી હતી. વીજમીટરમાં લાગેલી આગના કારણે ધુમાડો ફ્લેટમાં જતાં ફ્લેટમાં રહેતા માતા-પુત્રી ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતાં. દરવાજા પાસે વીજમીટરો હોવાના કારણે તેઓ દરવાજાથી બહાર પણ નીકળી શકતા હતાં. જેથી તેઓ જીવ બચાવવા માટે ફ્લેટની બારી નજીક બેસી ગયા હતાં.બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયર ઓફિસર ભાર્ગવ વ્યાસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં એક ટીમ બારીમા બેઠેલા માતા-પુત્રીને લેડરથી હેમખેમ નીચે ઉતારવાની કામગીરીમાં લાગી હતી. અને બીજી ટીમે વીજમીટરોની આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.માતા-પુત્રી ખૂબ ગભરાઇ ગયા હતાં અને જો ફાયરબ્રિગેડની ટીમ થોડી મોડી પહોંચી હોત તો તેઓ બારીમાંથી નીચે પણ કૂદી પડવાના હતા.

(2:42 pm IST)