Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મહેસાણા: રાધનપુર રોડ પર ઘરમાં ઘુસી જઈ 8 લાખની ચોરી

મહેસાણા:  રાધનપુર રોડ સ્થિત તુલસી બંગલોઝમાં બપોરના સુમારે કિશોરી ટયુશન જઈ ઘરમાં ઘુસતા એક બુકાનીધારી શખસ તેની સામે આવ્યો હતો. ત્યારે શખસે માથાના ભાગે ધોકો મારી તેના મોંઢે રૂમાલથી કેફી પ્રવાહી સુંઘાડી બેભાન કરી દઈ થેલામાં રૂ. લાખ રોકડ લઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છેજોકે બુકાનીધારી શખસે ઘરમાં એક ચિઠ્ઠી પણ છોડી હતી. જેમાં કિશોરી ચાર કલાકમાં ભાનમાં આવી જશે અત્યારે હાલ રૂ. લાખ લઈ જાવું છું. આગામી દિવસે આવીશ ત્યારે સમગ્ર પરિવારને ખતમ કરી નાખીશ અને બાકીની રકમ લઈ જઈશ. ચકચારી ઘટનાને પગલે નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કાફલો ગુનાના સ્થળે પહોંચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.ચાણસ્મા તાલુકાના મણીયારી ગામના અને હાલમાં મહેસાણાના રાધનપુર રોડ સ્થિત તુલસી બંગલોઝમાં રહેતા દશરથભાઈ ઈશ્વરભાઈ પટેલનો ડેરી અને ફૂડ પ્રોસેસીંગનો ધંધો ચાણસ્માના મેસરા પંચાસર સીમમાં આવેલ છે. દશરથભાઈની પત્ની લતાબેન તેમજ ૧૨ વર્ષની દિકરી ફોરમ અને તે ધો.૭માં અભ્યાસ કરે છે. અને એક દિકરો અપૂર્વ મેવડ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરે છે જ્યારે તેમની પત્ની કેમિકલ સ્ટોર્સમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવે છે.

 

સમગ્ર પરિવાર સવારે પોતાના કામકાજના સ્થળે નીકળ્યા હતા ત્યારે ૧૨ વર્ષની ફોરમ ટયુશનથી બપોરના સુમારે ઘરે આવી હતી. ત્યારે દરવાજો ખુલ્લો હોઈ ઘરમાં પ્રવેશતા એક બુકાનીધારી શખસ તેણે નજરે જોયો હતો. ત્યારે તે તેનો વિરોધ કરે તે પૂર્વે બુકાનીધારી શખસે તેણીના માથામાં ધોકો મારી રૂમાલથી મોંઢા પર કેફી પ્રવાહી સુંઘાડી બેભાન કરી મોંઢામાં કાગળનો ડૂચો મારી ઘરમાંથી રૂ. લાખ થેલામાં નાખી ફરાર થઈ ગયો હતો.

(2:40 pm IST)