Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

14 માસની બાળકી પરના દુસ્કર્મ મામલે હિંમતનગરમાં કેન્ડલ માર્ચ

હિંમતનગર:બે દિવસ અગાઉ ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર પરપ્રાંતિય યુવકે કરેલા દુષ્કર્મ બાદ જધન્ય કૃત્યના ઘેરા પ્રત્યાઘાત અને ફીટકારની લાગણી પ્રસરી છે ત્યારે ઠાકોર સેના ધ્વારા ઘટનાને વખોડી કાઢી તેના વિરોધમાં સોમવારે હિંમતનગર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરાયુ છે. તેમજ ગાંભોઇ ગામ આવતીકાલે સજ્જડ બંધ પાળવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. અંગે ઠાકોર સેનાના અગ્રણીઓના જણાવાયા મુજબ ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર પરપ્રાંતિય યુવકે કરેલા દુષ્કર્મના લીધે સાબરકાંઠા સહિત આખા ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે પોલીસ તંત્રએ કૃત્ય કરનાર વિરૂધ્ધ સખ્ત પુરાવાઓ રજુ કરી તેને ફાસીની સજા આપવી જોઈએ જે અંગે ક્ષત્રીય સમાજના અગ્રણીઓ તથા ધારાસભ્યોએ રોષ પણ ઠાલવ્યો હતો.દરમિયાન રવિવારે ઠાકોર સેનાના અગ્રણીઓએ ઢુંઢર ગામની બાળકીના પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી અને એવુ જાહેર કર્યુ હતુ કે સોમવારે ઘટનાના વિરોધમાં ઠાકોર સેના ધ્વારા હિંમતનગર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરાશે.જે અંતર્ગત સોમવારે સાંજે પાંચ વાગે હિંમતનગરના મહાકાળી મંદિરથી સાંજે પાંચ વાગે ઠાકોર સેનાના કાર્યકરો તથા અગ્રણીઓ ભેગા થઈ ને કૂચ સ્વરૂપે શહેરના મહાવીરનગર, કેનાલ ફ્રન્ટ થઈ ઓવરબ્રિજ પરથી પસાર થયા બાદ ટાવર ચોક ખાતે આવી સૂર્યાસ્ત બાદ કેન્ડલ માર્ચ રૂપે મીણબત્તી સળગાવી સૂત્રોચ્ચાર કરી ઢુંઢરની ઘટનાને વખોડી કાઢી જરૂર પડે તે અંગે સંલગ્ન વિભાગોમાં ઉગ્ર રજુઆત કરશે.

(2:39 pm IST)