Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

દાંતીવાડાના ગોઢ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ગામલોકોએ કરી તાળાબંધી એક હથ્થું શાસન ચલાવતાહોવાનો આક્ષેપ

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગોઢ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ગામલોકોએ તાળાબંધી કરી હતી. મંત્રી અને અને વાઇસ ચેરમેને એક હથ્થું શાસન ચલાવતા હોવાનો આસપ કરીને ગામલોકો દ્વારા  વિરોધ કરવામાં આવ્યો હતો.

  એક જ સમાજના લોકોને જ સભાસદ આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો હતો. અન્ય સમાજના લોકોને સભાસદ આપવામાં ન આવતા વિરોધ કરીને દૂધ મંડળીની તાળાબંધી કરી હતી.

(9:04 am IST)