Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન મામલે ચાર ખેડૂતે કોર્ટમાં પીટીશન પરત ખેંચી:સંગઠનમાં તિરાડના એંધાણ

સુરતના જહાંગીરપુરમાં બેઠક યોજાઈ ;સોમવારે વધુ 14 અને આગામી દિવસોમાં 40થી વધુ પિટિશન દાખલ કરાશે

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોની આ એકજૂટતામાં તિરાડ પડી હોવાનું જણાઈ છે ગુજરાત હાઇકોર્ટમાં અસરગ્રસ્ત ચાર જેટલા ખેડૂતોએ દાખલ કરેલી પિટિશન પાછી ખેંચી લીધી છે. જો કે ચાર ખેડૂતોએ પીટિશન પરત ખેંચતા ખેડૂત સમાજના અન્ય ખેડૂતોમાં અસંતોષની લાગણી છે.

  આ અંગે મળેલી બેઠકમાં જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આગામી દિવસોમાં જમીન સંપાદનની લડતને વધુ ઉગ્ર બનાવવા ચીમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ ,સુરત સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોની સુરતના જહાંગીરપુરા ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂત અગ્રણી જણાવ્યુ હતું કે હાઈકોર્ટમાં ખેડૂતોએ 46  પિટિશન દાખલ કરી છે.

   સોમવારે વધુ 14 પિટિશન હાઇકોર્ટમાં દાખલ થવાની છે. આવનારા દિવસોમાં 40થી વધુ નવી પિટિશન અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવનાર છે. આગામી દસ દિવસોમાં જાપાનની કંપની જીકાના અધિકારીઓને તેમજ દિલ્લીના રાજદૂતને મળી ખેડૂતોને થઈ રહેલા અન્યાય અંગે રજૂઆત કરાશે. ગુજરાત- મહારાષ્ટ્રના ખેડૂતો અને આદિવાસીઓએ એકઠા થઇને અત્યાર સુધીમાં 1 હજારથી વધુ એફિડેવીટ તૈયાર કરી હાઇકોર્ટમાં રજૂ કર્યા છે.

(8:40 pm IST)