Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સુરાતના ડીંડોલીથી ગુમ બાળકી અવાવરું જગ્યાએથી મળી :દૂષ્કર્મ થયાની આશંકા :ઉઠાવી જનારની ધરપકડ

પરપ્રાંતીય બાળકીના પરિવારનો સભ્ય જ આરોપી :બાળકીને હોસ્પિટલે ખસેડાઇ

સુરતના ડિંડોલી ખાતેથી ગતરાતે ગુમ થયેલી પાંચ વર્ષિય બાળકી એસએમસી તળાવ નજીક અવાવરુ જગ્યાએથી મળી આવી છે. આ બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું અનુમાન છે. જોકે હાલે તેને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે

    ડિંડોલીના બિલિયા નગર વિસ્તાર ખાતે ગત રાતે આઠથી નવ વાગ્યાની આસપાસ પરપ્રાંતિય પરિવારની પાંચ વર્ષિય બાળકી ગુમ થઈ હતી. જેન લઈને પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

 પોલીસ અને પરિવારના શભ્યોએ બાળકીનો શોધખોળ કરી હતી. તેમજ તે ડિંડોલીના એસએમસી તળાવ પાસેની અવાવરુ જગ્યાએથી મળી આવી હતી. જેને સારવાર માટે ખસેડાઈ છે. બાળકીને લઈ જનાર નરાધમ આરોપી બાળકીના પરિવારનો સંબંધી છે. તે શખ્સની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે.

(5:32 pm IST)