Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વિવિધ વિસ્તારોમાં એક જ દિવસમાં ૧૦ ટકા વરસાદ

અમદાવાદમાં સીઝનનો ૧૧૨ ટકા વરસાદ : અમદાવાદ શહેરમાં અત્યાર સુધી પશ્ચિમ વિસ્તારમાં ૪૦ ઇંચથી વધું જ્યારે મધ્ય ઝોનમાં ૩૬ ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદ,તા. : હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં સોમવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જેમાં જોધપુર, સરખેજ, બોપલ-ઘુમા અને વેજલપુરમાં સોમવારે સવારે વાગ્યાથી રાત્રે વાગ્યા સુધી સીઝનના કુલ ૪૦ ઇંચથી વધુ વરસાદનો ૧૦ ટકા નોંધાયો હતો. બીજી તરફ શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સવારે ૬થી સાંજના વાગ્યા દરમિયાન ઇંચ જેટલો નોંધાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચકુડિયા, પાલડી, ઉસ્માનપુરા, બોડકદેવ, ગોતા અને રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. સરખેજમાં જ્યાં રેઈન ગેજ લગાવવામાં આવ્યો છે ત્યાં બપોરે ૧થી સાંજના વાગ્યા સુધીમાં ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

          વેજલપુરભારે વરસાદ સાથે પવન ફૂંકાતા સોમવારે વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.પશ્ચિમ ઝોનમાંથી જ્યારે દક્ષિણ ઝોનમાંથી વૃક્ષ ધારાશાયી થવાની બે ફરિયાદ મળી હતી. એએમસીના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે, સોમવારે શહેરના લગભગ તમામ ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. મીઠાકડી અંડરપાસ દિવસ દરમિયાન વાહનોની અવર-જવર માટે બંધ હતો અને જે મોડી રાત્રે ખુલ્લો મુકાયો હતો. એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, શહેરમાં સીઝનનો અત્યાર સુધીમાં ૧૧૨% વરસાદ નોંધાયો છે. છેલ્લા વર્ષમાં ૨૦૧૭ પછી અમદાવાદમાં બીજી વાર સૌથી સારો વરસાદ પડ્યો છે. જોધપુર, વેજલપુર, બોપલ-ઘુમા, સરખેજ અને મકતમપુરાનો સમાવેશ થતાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધી સૌથી વધુ ૪૦ ઇંચ જ્યારે મધ્ય ઝોનમાં ૩૬ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે શહેરમાં વર્ષે અત્યાર સુધીમાં ૬૫૦થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. ૧૦૦૦૦ જેટલા સ્પોટ પર નાના-મોટા રસ્તાઓને નુકસાન થયું છે.

(7:33 pm IST)