Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મુખ્યમંત્રી રૂપાણીના સંયુક્ત સચિવ જે.પી. મોઢાનો રિપોર્ટ પોઝીટીવ

હાલમાં રજા પર રહેલા મોઢા સહિત તેમના અન્ય પરિવારના સભ્યોનો પણ રીપોર્ટ પોઝીટીવ

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના સંયુકત સચીવનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.સંયુકત સચીવને કોરોના આવતા ફફડાટ ફેલાય ગયો છે.

સીએમના સંયુકત સચીવ જે.પી. મોઢાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. જેથી મોઢા હાલ રજા પર હતા. કોરોના પોઝીટીવ આવતા તુરંત હોમ આઇસોલેટ થઇ ગયા છે. સંપર્કમાં આવેલ તમામ લોકો પણ કવોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

સીએમના સંયુકત સચિવ જે.પી. મોઢા સહિત તેમના અન્ય પરિવારના સભ્યોનો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

(6:33 pm IST)