Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

જયારે અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં બેસી લોકોના ફોન જાતે રીસીવ કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું

રાજકોટઃ હથીયારધારી એકમોના સૌરાષ્ટ્ર-કચ્છના વડા અજય ચૌધરીની બદલી અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર (એડમન અને હેડ કવાર્ટર) તરીકે થઇ છે.  તેઓની અન્ડર અમદાવાદનો અત્યંત આધુનિક અને ખુબ જ સક્રિય એવો પોલીસ કંટ્રોલ રૂમ તેઓની અન્ડરમાં છે. લોકોના ફોનનો કઇ રીતે પ્રત્યુતર અપાય છે. 'વિડીયો વોલ' કઇ રીતે કાર્યરત છે. સમગ્ર અમદાવાદના ટ્રાફીક જામ સહીતના દ્રશ્યો અને ફરજ બજાવતા સ્ટાફના દ્રશ્યો કેવા કલીયર દેખાય છે? લોકો તરફથી આવતા ફોન અને મદદની અપીલ બાદ કેટલા સમયમાં પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ સંબંધક પીસીઆર વાન તથા ઉચ્ચ અધિકારીઓને કરે છે તે તમામ બાબતોનું જાત નીરીક્ષણ કરવા સાથે લોકોના ફોન જાતે જ કલાકો સુધી રીસીવ કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતું. પોલીસ કંટ્રોલ રૂમની ડીસીપી ડો. હર્ષદ પટેલના માર્ગશર્દનમાં થતી પ્રસંશનીય કામગીરી અંગે સરાહના કરી હતી.

(1:05 pm IST)